અમારું નામ છે ઝંઝા ,કિનારને ખબર કરજો.
નથી કંઇ થાકની પરવા, ઉતારાને ખબર કરજો.
‘ગુલ‘કબર જોયા કરો ** અહમદ ગુલ
દૂર આંખોને હટાવ.
આમ જાદુ ના ચલાવ.
આમ ભીની આંખમાં,
કંપ દ્રશ્યો ન વસાવ.
ભીંત,બારી,બારણાં
એ વિનાનું ઘર બનાવ.
રોશની છે,પણ હજી,
અંધકારોથી લગાવ,
ફૂલ સમજાવી ગયું,
શ્વાસની આ અવજાવ,
શૂષ્ક છે વાતાવરણ,
રંગ થૉડો તો જમાવ.
‘ગુલ‘કબર જોયા કરો,
એ જ અસલી છે પડાવ.

આપના પ્રતિભાવ