સૂરતી હિન્દી**નિસાર અહમદ શેખ’શેખચલ્લી’
(પહેલાં કરતાં હિન્દી ,હિન્દુસ્તાનીની બોલચાલ ગુજરાતમાં વધી છે.ગુજરાતીઓ સારી રીતે હિન્દી સમજતા થયા છે. છતાંય હિન્દી બોલતાં ઘણાં પકડાય જાય છે કે તે ગુજરાતી છે એવાજ એક ભાઇના સંભાષણનો એક ચિતાર આપવાનો કાલ્પનિક પ્રયાસ કર્યો છે.કોઇએ પાઘડી પહેરી લેવી નહીં**કવિ)
સૂણ્યા સુરતના સ્ટેશને ભગુભાઇને બડબડતા.
યેહ અપણા લોક આંખો મીચકે ગાડી મહીં ચડતા.
સવારે રોજ હમ પેપર મહીં ખબરો છીએં પઢતા,
કે ખાલીપીલી અપણા ભાઇ હે આપસમાં લડતા.
અરે ભાઇ મેં કહું છું કે તમે શા કારણે લડતા,
મગર હિન્દુ-મુસલમિનકો કશું સમજણ નથી પડતા.
તમેરે કાંસે આણા?. તમ તો પંજાબી નજર પડતા,
અમેરેકુ ભી થોડા બોત હિન્દુસ્તાની આવડતા.
તું અમને દમ ભિડાવે છે હું અચ્છી રીતે જાણું છું,
અમેરા દિકરા ભી તીસરી હિન્દી હતા પઢતા.
મરાઠીકા તો હમ દાદા હૈ બંગાળીકા ઠાકુરદા.,
અમ હસતા બાળબોધી મેં તો ગુજરાતી મહીં રડતા.
જરા ઉપરથી સખણો બેસ નીચે ધૂળ હે પડતા,
તુમેરા બૂટ મેરી ખોપરી સંઘાત આથડતા.
તુમેરે હાથ અડનેસે અમારા પાણી આભડતા,
તુમારા લોટા દેખા જાય છે ,ઓ જાય બડબડતા.
તુમેરી ગાળકા ઉત્તર હું ફોરન આપી દેતે પણ,
શું કરીએ જીભ પર સસરા બધ શબ્દો નથી ચઢતા.
*
મને ભાષણ સુણીને ‘શેખચલ્લી’પ્રશ્ન એ ઊઠ્યો,
કે યે હિન્દી હૈ કે હિન્દી તણાં અપમાન હડહડતા.
(આ હઝલ લખવાનો ગાળો 1960થી 1965 વચ્ચેનો છે. શેખ સાહેબ મર્હુમના સ્વ મુખેથી આ રચના સાંભળવાનુ સદભગ્ય પ્રાપ્રપ્ત થયું છે*વફા)

good
By: Mukund Desai-"MADAD" on 08/11/2008
at 3:56 PM
wonderful !!!
જરા ઉપરથી સખણો બેસ નીચે ધૂળ હે પડતા,
તુમેરા બૂટ મેરી ખોપરી સંઘાત આથડતા.
તું અમને દમ ભિડાવે છે હું અચ્છી રીતે જાણું છું,
અમેરા દિકરા ભી તીસરી હિન્દી હતા પઢતા.
By: કુણાલ on 04/22/2010
at 2:43 AM