Posted by: bazmewafa | 07/31/2008

ગઝલોની મસ્તી****શેખાદમ આબુવાલા

 

 

ગઝલોની મસ્તી****શેખાદમ આબુવાલા

 

શનિવાર*12જુલાઈ1952

 

 

   આજે આખો  દહાડો મેં કતીલ શિફાઈના સંગ્રહ ‘’ગજર’’ના લગભગ તમામ કાવ્યો કંઇ કેટલીયેવાર વાંચ્યાં.આ ઉર્દૂ કવિને મેં જ્યારે પહેલો વહેલો વાંચ્યો હતો ત્યારેજ હું એના કાવ્યો પર મુગ્ધ થઈ ગયો હતો.એની ભાષા,એનું કવિતા ધોરણ એના વૈવિધ્ય પૂર્ણ વિષયોૢઅને એની ટેકનિક તેમ જ આ બધાનો સંગમ સાધ્યા પછી ઉદભવ થતી અત્યત ખૂબસૂરત કાવ્ય કલા મારા અંતરને ખૂબ જ સુંવાળપ સાથે સ્પર્શી ગઇ.એની ગઝલો ,એનાં કાવ્યો ખરેખર રમણીય છે.

નમૂનાર્થે:

  

ગુનાગુનાતી હુઇ આતી હૈં ફલકસે બુંદે

કોઇ બદલી તેરે પાઝેબસે ટકરાઈ હૈ!

                  *

ઇક જામ ખનકતા જામ કે સાકી રાત ગુઝરનેવાલી હૈ1

ઇક હોશરૂબા ઇનઆમ કે સાકી રાત ગુઝરનેવાલી હૈ!

યે વકત નહીં હૈ બાતોંકા પલકોંકે સાયે કામ મેં લા!

ઇલહામ કોઇ ઇલહામ કે સાકી રાત ગુઝરનેવાલી હૈ!

                           **

ચાંદની રાત,બઝમે રકસોતરબ મુતરિબા ! તૂને શાઇરી કી હૈ !

યે થરકતા બદન ,યે લેકી ઉઠાન ! ઇક હસીં નઝ્મ લિખ દી હૈ !

 

 મે કતીલ શિફાઇને મુંબઇ માંજ વાંચ્યો હતો. મુંબઇ હતો ત્યારે સૈફને ત્યાંથી હુ ઉર્દૂ કિતાબો લઇ આવ્તો.મને એ સગવડ બહુ ઉપયોગી થઇ પડી હતી.મેં તે સમયે ખરાબાત (બીજી વખતે) પણ વાંચ્યું.એનો કવિ અબ્દુલ હમીદ અદમ છે.અદમની ઘણી ખરી ગઝલો એમાં સમાવવામાં આવી છે.ગાલિબ પછી  મને આધુનિક કવિઓમાં અદમે બહુજ અપીલ(Apeal) કર્યો.એનીએ ગઝલો ઉપર હું આફરીન થઇ ગયો.રાત,દિવસ હું એની ગઝલોની રૂપાળી મસ્તીમાં ખોવાય ગયો.એની ભાષામાં અપ્સરાનું સૌંદર્ય છે.એીની કલ્પનમા શાહીન નું ઉડ્યન છે.એીના વિચારમાં સૂરજનું ગૌરવ છેીની સર્ગ શક્તિને હું સો સલામ આપું છું.

અદમ ખરેખર handsomely perfect  ગઝલકાર છે.એની મૌલિકતાએ શબ્દે શબ્દે ધામ કર્યા છે.દરેક શેર અદમની મૌલિક કવિત્વ શક્તિનો આંખો આંજી નાંખે એવો ચળકતો ખુલાસો.I  love Adam.ગાલિબની ગઝલો પછી આ બીજા ઉર્દૂ ગઝલકાર છેૢજેણે મારો પ્રેમ મેળવ્યો છે.અદમ કૃત કાવ્ય સંગ્રહપેચોખમ મેં ઘાયલ અમૃત પાંસે જોયો હતોપણ તેને હું વાંચી શક્યો ન હોતો.એમાંનો એક શેર મને બહુજ ગમી ગયો હતો:

 

જા ઈસ ખતાપે બખ્શ દિયા તુઝકો એ કરીમ!

ઇંસાન તેરે ઝહનકા પહલા ગુનાહ હૈ.

 

યુસુફ ઝફર,નશૂર વાહિદી,સૈફ સૈફુદ્દીન  તેમજ અન્ય અનેક કવિઓના લભ્ય એટલા કાવ્ય સંગ્રહો વાંચ્યા.

(હમભી ક્યા યાદ કરેંગે* મર્હુમ શેખાદમ આબુવાલાની ડાયરી )               


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers