ટોરન્ટોના ‘શબ્દ્સેતુ’ ની સભામાં પ્રો.સુમન અજમેરીનો કાવ્ય પાઠ, અને પ્રતિષ્ઠિત નવલકથાકાર શ્રી જય ગજ્જરની નવલકથા’LIFE LOST LIFE GAINED’નું તેમના હસ્તે વિમોચન.
13જુલાઈ 2008 _રવિવાર
અહેવાલ:ડૉ.શહેનાઝ મન્સૂરી _કુ.મીના અજમેરી
તેમના યુ.એસ.એ અને કેનેડામાં વસતા સંતાનો તેમની આ પ્રવુત્તિમાં સદેવ વોનમ્ર સહકાર રહ્યો છે.
દેશ વિદેશમાં ગુજરાતી સર્જક તરીકે તેમનું નામ જાણીતું છે. આપની સમક્ષ તેમને રજૂ કરતાં હું પ્રસન્નતા અનુભવું છું.
ટોરંટોના શબ્દકારોને સંબોધતાં પ્રો.સુમન અજમેરીએ કહ્યું કે :શબ્દનો સંગ અને રંગ મને અગિયાર વર્ષની વયથી લાગ્યો છે. સાતમાં ધોરણ સુધીમમાં રોજનું એક સાહિત્ય પુસ્તક વાંચવાના સંકલ્પે બે ત્રણ વર્ષમાં 1400-1500 પુસ્તકો વંચાયા.એના કારણે સાહિત્ય પ્રત્યેની અભિરૂચિ અને રસ કેળવાયા. અને લેખનની પ્રેરણા મળી, અને શબ્દ સાધના પંથે ચાલી નીકળ્યો.ઠીક તેજ કાળે અક્ષરમેળ અને માત્રામેળ છંદોનો અભ્યાસ કર્યો અને છંદો બધ્ધ કાવ્યો ઉપરાંત ગીતો લખતો થઇ ગયો.મારી સ્કૂલનાં વાર્ષિક મેગેઝિનમાં 1948માં ગીત “’વાળીની દીવાળી’’ છંદો બધ્ધ કવિતા ‘પ્રણય પથિક’ અને મોંઘેરું મિલન તથા ચિંતનાત્મક લેખ પ્રથમ વાર પ્રગટ પામ્યાં.કવિતાના ચારેય સાંપ્રત પ્રવાહો –ગીતેૢગઝલૢ અછાંદસૢને છાંદસમાં સમ્યક અધિકાર પૂર્વક લખું છું.અને દુનિયાભરનાં 60થી અધિક ગુજરાતી મેગેઝિનોમાં મારી 300થી વધુ રચનાઓ પ્રસિધ્ધિ પામી છે.
તાજેતરમાં ગઝલનાં છંદ શાસ્ત્ર પર ‘’ગઝલ: સંરચના અને છંદ વિધાન “નામે 304 પૃષ્ઠોમાં દળદાળ ગ્રંથ લખ્યો છે. 300થી વધુ ગઝલો વાંચી તેમનું સંદોહન વિશ્લેષણ કરી આ ગ્રંથને છંદીય થોક બંધ ઉદાહરણોથી સમૃધ્ધ બનાવ્યો છે.780 શેર અને 214 ગઝલોને વિવિધ 54 જેટલા દ્રષ્ટાંતો ને છંદોના બંધારણિય સંયોજનના ભાગ રૂપે પ્રસ્તુત કરતાં આ ગ્રંથમાં તેમના અક્ષરે અક્ષરના લગા_ નિર્દેશ સ્કેનિંગ ઉપરાંત ઉપરાંત ગણવિધાન પન આપવામાં આવ્યા હોય ,. તેવા અભિગમ વાળો આ ગુજરાતી સાહિત્યનો પ્રથમ અને અપૂર્વ ગ્રંથ છે. જે ગઝલ કર્મ કરતા અને નવોદિત બન્ને પ્રકારના ગઝલકારો માટે અતિઉપયોગી સિધ્ધ થશે. આ ગ્રંથ પર અત્યાર સુધીમાં 15 સામાયિકોમાં રિવ્યુઓ પ્રગટ થયા છે.
આ ઉપક્રમ દર્મિયાન વંચાતી ગઝલોનાં ગમતા –સ્પર્શતા શેર અલગ નોટમાં આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ભેગા થતાં ગયા.અને 1600થી વધુ શેરોનો બૃહત સંગ્રહ તૈયાર થઇ ગયો..જે છ ખંડોમાં ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય પ્રકટ કરશે.
આવો વિક્રમ શેર સંગ્રહ ગુજરાતી ભાષામાં એક પણ પ્રસિધ્ધ થયો નથી.તેની સાથેજ ગમતી ગઝલોના આસ્વાદો લખાતા ગયા.51 ગઝલોના આસ્વાદોંમું પુસ્તક પાશ્ર્વ પબ્લિકેશન પ્રસિધ્ધ કરશેી ઉપરાંત ગઝલ સ્વરૂપ ,લક્ષણો અને સિથિતિ ટાઇટલથી હાલ ગઝલનું તાત્વિક વિવેચન કરતું પુસ્તક લખીએ રહ્યો છું.
મારા કાવ્યોની સમીક્ષા ,ટીકા,રિવ્યુ ,આસ્વાદો કરતાં 132 લેખ નિબંધ વિદ્વાન વિવેચકોની કલની લખાયા છે. જેનું સંકલન અને સંપાદન ડૉ.જગડીશ દવે લંડન અને ડૉ.ગોવર્ધન શર્મા ગાંધી નગર એ કર્યું છે.640 પાનાંના આ દળદાર ગ્રંથમાં વ્ય્ક્તિત્વ અને કૃતિત્વનાં પાસાંઓથી છણાવટ કરવામાં આવી છે. ટાઈટલ છે૰ સુમન અજમેરી વ્ય્કિત્ત્વ અને કૃતિત્વ.
તાજેતરમાં નીચેનાં પુસ્તકોની હસ્તપ્રતો પ્રકાશનાર્થે તૈયાર છે.
1* ચાલો રમીએ ગઝલના શેરોની અંતરાક્ષરી 2* સુમન અજમેરીની ગઝલોનાં પ્રતિનિધિ શેર (900 શેરોનો સંગ્રહ) 3*ઈબારત અને રિયાઝ નામે ગઝલ સંગ્રહો 4* તન્મય..ગીત સંગ્રહ 5* નેજવાં..અછંદસ કાવ્યો 6*બંદનવાર…છંદોબધ્ધ કાવ્યોનો સંગ્રહ 7* પોત પદઘા અને પડછાયા…તથા તલાશ નામે વારતા-સંગ્રહો 8* બિંબ પ્રતિબિંબ.. એકાંકી સંગ્રહ 9* પગે બાંધી પાંખ ….પ્રવાસ વૃત્ત 10* શબ્દાયન.. ગદ્ય રચનાઓનો સંગ્રહ 11* સુમન અજમેરી ૰ વ્ય્ક્તિત્વ અને કૃતિત્વ ..ખંડ-2 મારા કવ્યો પર લખાયેલ 80 લેખોનો સંગ્રહ.
એ પછી સુમન અજમેરીએ પોતાની ગઝઓ ૢકાવ્યોૢગીતો અને મુકતકો સંભળાવ્યા હતાંૢ જે શ્રોતાઓએ મન ભરીને માણ્યા હતાં.
1* આભની અમાસ કાજળ કાળી કેશ કલાપે પ્રિયના ભાળી
આંખલડીની કીકી મહીં મેં તેજની સોડમ સેર નિહાળી
મારેતો રોજ રોજ દીવાળી મારેતો રોજ રોજ દીવાળી
2*ચંચળ મનની મુગ્ધાના મનોભાવને વ્યકત કરતું ગીત.
નાની અમથી ચણોઠી ને રંગ કંઇ રાતો ચોર
નજર લાખે લાખેની ને ટપકું કાળું ઘોર
વડને ફાલ્યા ટેટા મબલખ રતુમડાં હો ભોર
માહીં ખીલ્યાં કીકી કેરાં કામણગારા મોર
સુધ બુધ ભૂલી ઉછાળી કીધા પરવશ રંગ ઝકોર
રોમ રોમમાં થરકે ઉગી ઝાલ્યા નરે ચકોર
મરજાદ મેલી ખસી મથરાવટી લઈ હિલોળ
અંબોડલાની ધૂરી અળકું પવન પાંખના જોર
કોને પરવા ,નણદલ મારે દીખી_તીખા નહોર
મેં તો લીધો આજ સખીરી ઠમકે રે કલશોર
રગે રગમાં દોડતા વીંછી વખ લઇને ઘન ઘોર
મીરાં અમલશ, બસી ગયા નયને નંદ કિશોર
આ પછી તેમણે સંજોગનાં મુખમાં મુકાયેલું ;માણસ,નામે ગીત રજૂ કર્યું હતું. જેમાં માણસની ક્ષમતા અને સિધ્ધિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
મેં માણસને આંધીમાં વાવ્યો ,
માણસ ત્યાં યે ઉગી નીકળ્યો,
મેં માણસને પાળકમાં ઝબોળ્યો
ત્યાં એ જામી ગયો..
ત્યાર બાદ એમણે ‘નેજવા’શીર્ષક અછાંદસ કાવ્ય રજૂ કર્યું. એ પછી ’ના નસીબ પાંસરા, ગઝલ રજૂ કરી :
થોડા શેરો::
અંઇ હશે કે તંઇ હશે ,ના એ કશેયે કંઇ હશે,
ગોફણે આ ગેબમારે વીંઝવા ક્યાં આંધળા?
છે નિપૂર્ણ આ ઓઢવામાં માનવી પરછાઇને
હોઠ ને હૈયા વચાળે ફેંસલો કંઇ કંઇ સદી
મનુષ્યની અસમર્થતાનું ચિત્ર:
જાત લઇ માટી પગી જળ જળ સમંદર ખૂંદતો
વીખરાયું કાઠું પાણીની છલોછલ ધારમાં
*****
આગિયાના કોથળા ગાડે ભરીને જાઉં ક્યાં
ના શકું હંફાવી કો’દિ’ સૂર્યના ભળ ભાંખરા(સુમન અજમેરી)
જય ગજજજરની અંગ્રેજી નવલકથા A Life Lost, A Life Gained’નું લોકાર્પર્ણ._પ્રકાશ મોદી
વિગત માટે નીચેની “ બઝમે વફા” ની અનુક્રમણિકા પર ક્લીક કરવા વિનંતી છે.
જય ગજજજરની અંગ્રેજી નવલકથા A Life Lost, A Life Gained’નું લોકાર્પર્ણ_પ્રકાશ મોદી
http://bazmewafa.wordpress.com/2008/07/22/a-life-lost-a-life-gained%e2%80%99_jay-gajja/
શ્રી ગજ્જરની કથા લેખન શૈલીનો નિર્દેશ કરીશ્રી સુમન અજમેરીએ આશા વ્યકત કરી હતી કે અંગ્રેજીમાં નવલકથા લખવાનો તેમનો આ પ્રયોગ તેમની પૂર્વ કૃતિઓ જેવોજ સમૃધ્ધ પોત ધરાવતો હશે.તેમને એમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્યાર બાદ ટોરંટોના સ્થાનિક શબ્દકાર શ્રી બાબુભાઇ પટેલ રજૂ થ્યા હતા. તેમણે એક ગીત ‘આ જીવન આવન જાવન છે’ અને એક ગઝલ ‘એ કોઇને ખબર નથી’ સંભળાવ્યા હતા. ગઝલની તુલનામાં તેમના દ્વારા રજૂ કરાયેલ ગીત વધુ પરિપકવ અને કોમ્પેકટ રચના હતી.ગઝલનાં તાણાંવાણા હજુ વધુ સાધનાની અપેક્ષા રાખતા હતા. ગીતની થોડી પંકતિઓ:
આ જિવન આવન_જાવન છે ,પર માતમ એજ ચલાવે છે
આ જિવન એક સમાગમ છે, ભવ ભવના ચક્ર ચલાવે છે
આ જિવન એક મથામણ છે, આદિથી અંત મથાવે છે
આ જિવન મૃગ જળામણ છે, માયા પાછળ દોડાવે છે
**
ગઝલનો એક શે;ર:
બધા તો હાલ પૂછે છે કે આજે કેમ છે એને?
કણસી રહ્યો એ આજ લગ કોઇને ખબર નથી.(બાબુભાઇ પટેલ)
*
એ પછી ટોરન્ટો પીઢ ગઝલકાર જ.મુહમ્મદઅલી’વફા’ રજૂ થયા હતા.તેમણે ત્રણ ગઝલો રજૂ કરી હતી.(1)લાજ રાખી છે (2) વસંતના (3) સાહિબા.
તેમની રચનાઓમાં રદીફ_કાફિયાની ચુસ્તી,ગઝ્લિયત,સહજ શબ્દ ચયન, અને શબ્દ સંયોજન તેમજ ગઝલ પરની એમની હથોટી કાબિલે દાદ હતી.શ્રોતાઓએ તેમને મન ભરીને માણ્યા હતા.પોતાની આગવી વેબ સાઈટ અને બ્લોગ દ્વારા શ્રી વફા ગઝલ ક્ષેત્રે અમેરિકાના ગુજરાતી સર્જકોમાં સારું એવું કોઠું કાઢી શક્યા છે.તેમના થોડા શેર માણી લઇએં.
આટલો તો હોય ઈંતેઝાર સાહિબા
કેટલો કરવો હતો કંઇ પ્યાર સાહિબા.
પ્રેમના તમ ખોરડે જીવન વીતી ગયું
છે ધરા પર કયાં કોઈ ઘરબાર સાહિબા.
આપણો મેળો હતો બસ ચાર આંખનો
આપણે ભરવો ય કયાં દરબાર સાહિબા.
************************
સળગી ગયાં માદક બધાં સપનાં વસંતનાં.
આ પાનખર લાવી જુઓ ડુસકાં વસંતનાં
ખંજર બની ફૂંકાય છે વિષાદનો પવન
કાતિલ હવા ભુંસે હવે પગલાં વસંતના
લાગે હવે પાછી કદી ફરશે ન ચમનમાં
ખંડેરમાં ધર્બિત થયાં હરણા વસંતના.
****
અમે નમતા નથી કો અન્યને હે વાહિદ ખુદા વંદા,
ખુદા સજદો કરી તુજને નમનની લાજ રાખી છે.
અમારા સમ ‘વફા’ તમને, ન કો સાકી કદી મળશે
બધાંયે જામ ઉભરાવી ઇજનની લાજ રાખી છે.
(મુહમ્મદઅલી’વફા’ )
તે પછી શ્રી રાજેશ મેકવાન ઉભા થયા હતા.ગ્રહોના આધારે નિયિતિ વારોનાં નામ, અને જુદા જુદા દેશોમાં તત્સબંધી અંગીભુત માન્યતાઓ અને વારના અર્થ સબંધી મત મતાંતરો વિષયે સંશોધાનાત્મક વિશ્લેષણ કરતી તેમની ગદ્ય કૃતિ ,શૂષ્ક અની નીરસ એવા વિષયને રસમય અને રોચક બનાવીને એવી રીતે રજૂ કરી હતી કે કે શ્રોતાઓ તેને સુપેરે ઝીલી શક્યા હતા.
બીજા દૌરમાં પ્રો.સુમન અજમેરીએ ‘સર્વજ્ઞ અને ઇશવરનું અસ્તિત્વ શીર્ષક હેઠળ અછાંદસ રચનાઓ રજૂ કરી હતી.
‘શબ્દસેતુ’ના સંવાહક સભ્યોમાંના એક અને સતત સક્રિય એવા સદસ્ય શ્રી પ્રકાશ મોદીએ આભાર વિધિ કરી હતી.
શ્રી સુમન અજમેરીનો સંપર્ક એમના નિચેના સરનામે સાધી શકાય છે.
Pro. Suman Ajmeri C/o Amit Ajmeri
20323 Memorial pass Drive
KATY_TX_ 77450 (Houston) U.S.A.
Phone: 832-494-8351(Mobile)
Email: ajmerimeena@hotmail.com
