છોડવું નથી__ ભગવતી કુમાર શર્મા
આખું ભલે હો ગામ અભણ છોડવું નથી.
શબ્દો વહેંચવાનું વલણ છોડવું નથી.
રેતીનું ભીનું ભીનું કળણ છોડવું નથી.
મૃગજળના ડરથી મારે આ રણ છોડવું નથી.
છેલ્લી ઘડીનું મારે નથી છોડવું શરણ,
આવ્યું છે હોંશથી તો મરણ છોડવું નથી.
કોને ખબર કે ક્યારે ફરી સૂર્ય ઉગશે?
સંધ્યાનું છેલ્લું ઝાંખું કિરણ છોડવું નથી.
તૃષ્ણા મિલન_વિરહની હવે ક્યાં કશી રહી?
હા,અંત લગ આ નામ શરણ છોડવું નથી.
(‘શહીદે ગઝલ’ માર્ચ_.મે2008 ના સૌજન્યથી)

Bhagwati kumar sharma has beaustifully weaved the words abhan, valan, rann,sharan, karan, maran, kiran in a coherant theme! I love this gazal. He has contributed many wonderful poems.
My thanks and congratulations,
Dinesh O. Shah, Ph.D. Gainesville, Florida, USA
By: Dr. Dinesh O. Shah on 07/26/2008
at 12:22 PM
A nice gajhal!
I love his poems.
By: પ્રવિણ શાહ on 07/27/2008
at 5:34 PM
beutiful gazal
By: moh.faruk memon on 07/28/2008
at 2:08 PM
good gazal
By: Mukund Desai-"MADAD" on 08/16/2008
at 4:23 PM