Posted by: bazmewafa | July 22, 2008

વો તો દોસો લે ગયે આંખો પે પટ્ટી બાંધ કે…..અકબર ઈલાહાબાદી

વો તો દોસો લે ગયે આંખો પે પટ્ટી બાંધ કે…..અકબર ઈલાહાબાદી

 

     અકબર ઇલાહાબાદી બહુ જિંદા દિલ માણસ હતા.જિવનની વિષમ પરિસ્થિતિમાં તે હળવાશ કે રમૂજ સર્જી શકતા હતા.

              વૃધ્ધ વયે પહોંચતા તેમને આંખે ઓછું દેખાવા લગ્યું.આથી ડૉકટરને બતાવી જોયું.ડૉકટરે ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું.અકબર સાહેબે મંજુરી આપતાં  ડૉકટરે ઓપરેશન કરીને આંખે પટ્ટી બાંધી દીધી.તેમનો પુત્ર હસરત હુસેન પિતાના ઓપરેશનની વાત સાંભળતા તેમના ખબર અંતર પૂછવા આવ્યા. હસરતે પૂછ્યું: અબ્બા ,આપની આંખે હવે કેમ છે?

અકબર ઇલાહાબાદી થોડીવાર મૌન રહ્યા પછી પુત્રને જવાબમાં એક શેર સંભળાવ્યો:

 

રોશની આયે તો હમ દેખેં કહીં અપના હિસાબ

વો તો દો સો લે ગયે આંખો પે પત્તી બાંધ કર

 

(વહોરા સમાચરાૢસુરત જુલાઈ-2008ના સૌજન્ય થી)


Leave a response

Your response:

Categories