Posted by: bazmewafa | July 22, 2008

જય ગજજજરની અંગ્રેજી નવલકથા A Life Lost, A Life Gained’નું લોકાર્પર્ણ_પ્રકાશ મોદી

 જય ગજજરની નવી અંગ્રેજી નવલકથા A Life Lost, A Life Gained  નાલોકાર્પણ પ્રસંગે (ડાબી બાજુથી)

શ્રી પ્રકાશ મોદી, શ્રી જય ગજજર,શ્રી સુમન અજમેરી તથા શ્રી કેશવ ચંદરિયા

 

  જય ગજજરની નવી નવલકથા A Life Lost, A Life Gained’ના  લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત શબ્દસેતુના સાહિત્યરસિક મિત્રો

  જય ગજજજરની અંગ્રેજી નવલકથા A Life Lost, A Life Gained’નું લોકાર્પર્ણ._પ્રકાશ મોદી

 જય ગજજરની નવી નવલકથા અંગ્રેજી  A Life Lost, A Life Gained’ નું લોકાર્પણ રવિવાર, તારીખ ૧૩ જુલાઈ, ૨૦૦૮ના રોજશબ્દસેતુની માસિક સભામાં જાણીતા લેખક, કવિ અને વિવેચક પ્રો. સુમન અજમેરીના વરદ હસ્તે થયું હતું. સૌ પ્રથમ શ્રી પ્રકાશ મોદીએ આ નવલકથાનો પરિચય આપતાં કહ્યું કે, ‘જય ગજજર ટોરોન્ટોના બહુ જાણીતા સાહિત્યકાર છે અને શબ્દસેતુના સક્રિય સભ્ય છે. એમની સાહિત્ય સિધ્ધિ અને એમનું પ્રદાન નોંધપત્ર છે. એટલું જ નહિ એક સાચા સમાજસેવક પણ છે. અનેક એવૉર્ડ મેળવનાર જય ગજજર આપણા પ્રથમ ગુજરાતી છે જેમને કેનેડાનો રાષ્ટ્રિય એવૉર્ડ ઓર્ડર ઓફ કેનેડામળેલ છે. સાહિત્ય ક્ષેત્રે નવ નવલકથાઓ અને ત્રણ વાર્તા સંગ્રહો આપનાર જય ગજજરની આ નવલકથા કોઈ ભાષાંતર નથી પણ એમણે અંગ્રેજીમાં જ લખેલી છે. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો એમાં સરસ સમન્વય સધાયો છે. હરે કૃષ્ણની શ્રધ્ધા અને આસ્થા પર લખાયેલી આ નવલકથા કોઈ ધર્મનો પ્રચાર નથી કે ધામિંક કથા નથી પણ ઈશ્વર પર શ્રધ્ધા રાખી સાચા પ્રેમનો આવિષ્કાર કરનારના જીવનમાં અસંભવિત સંભવિત અને અશકય શકય બને છે. એક અમેરિકન સ્ત્રી મેરિલીનનો પતિ આતંકવાદીઓના હુમલાથી વિમાની અકસ્માતમાં ભોગ બને છે. પ્રેમભગ્ન અને નિરાશ થયેલી એ પ્રેમાળ પત્ની હરે કૃષ્ણની સંસ્થા ઈસ્કોનમાં જોડાઈ મીરાબની હરે કૃષ્ણની સાચી ભકત અને અનુયાયી બને છે. અમેરિકામાં ગેરકાયદે વસતા કિશનને પણ એ સન્માર્ગે દોરે છે. પાંચ વર્ષ પછી એની ભકિત અને શ્રધ્ધાને કારણે એનો પતિ જીવી ગયાના એને આશ્ચર્યકારક સમાચાર મળે છે. એથી જીવન પલટાઈ જાય છે. લેખકે આબેહૂબ રીતે આ કથાની સુંદર ગૂંથણી કરી સરસ રોમેન્ટિકનવલકથા સર્જી છે. એ માટે જય ગજજરના આપણા સૌના હાર્દિક અભિનંદન.

એ પછી પ્રો. સુમન અજમેરીએ આ પુસ્તકનું વિમોચન કરતાં જણાવ્યું કે, ‘જય ગજજરની આ અંગ્રેજીમાં નવલકથાનું આજ લોકાર્પણ કરતાં હું બહુ આનંદ અનુભવું છું. જય ગજજર માત્ર કેનેડાના જ નહિ નોર્થ અમેરિકાના અને સમસ્ત ગુજરાતના ગણનાપાત્ર સાહિત્યકારોમાંના અને દરિયાપારના બહુ આગળ પડતા સર્જક છે. ગુજરાતી સાહિત્યમાં એમની નવલિકાઓ, નવલકથાઓ અને લેખોના પ્રદાનથી નામના પ્રાપ્ત કરનાર જય ગજજર ગુજરાતી અને અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ, શબ્દોનુ લાલિત્ય અને માધુર્ય તથા ભાષાશૈલી અને વાર્તાનું વિષયવસ્તુ અને નિરૂપણ કળામાં કુશળ હોઈ એમની કળા વિશિષ્ટતા ધરાવે છે. કેનેડાના એ સાચેજ એક માતબર સર્જક છે. એમની આ નવલકથા વિષે પ્રકાશભાઈના શબ્દો સાથે હું સહમત છું. નવલકથાનું હાર્દ રજૂ કરે છે એનું શીર્ષક A Life Lost, A Life Gained’ જે બહુ જ આકર્ષક અને ધ્વન્યાત્મક છે તથા ગુમાવેલું જીવન પાછું મળ્યાનો સંકેત સુજ્ઞ વાચકને આવી જાય છે. ટોરોન્ટોના ઈસ્કોનના હરે કૃષ્ણ મંદિરનાં વંદનીય દાસી સુબુધ્ધિદેવી દાસે એક જ વાકયમાં આ નવલકથા વિષે તારણ કાઢયું છે “Inspiring and worth reading-Enjoyabl novel by Jay Gajjar એ સાથે હું સહમત થાઉં છું અને એમાં મારો સૂર પૂરાવી ભાઈશ્રી ગજજરને એક સુંદર અંગ્રેજી નવલકથા લખવા બદલ મારા ખૂબ ખુબ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ પાઠવું છું કે એમની

સાહિત્ય સાધના બહુ ફૂલે ફાલે અને ગુજરાતી તથા અંગ્રેજી સાહિત્યમાં એમનું પ્રદાન નોંધપાત્ર બની રહો. એ પછી ખાસ ઘટાડેલી કિંમત દશ ડોલરમાં (વેચાણ કિંમત અમેરિકન ડોલર ૧૨.૯૫ છે.) કેટલાક સાહિત્યરસિકોએ આ પુસ્તક ખરીદયું હતું.

શબ્દસેતુની આ બેઠક બહુ રસપ્રદ અને ઉલ્લેખનીય બની રહી. ખૂબ જ સારી સંખ્યામાં કાયમી સભ્યો ઉપરાંત કેટલાક નવા મિત્રો પણ પધાર્યા હતા. સૌએ પોતાની સાહિત્યકૃતિનો રાસાસ્વાદ કરાવ્યો હતો અને ચર્ચામાં ભાગ લઈ પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હત.. મહેમાન પ્રો. અજમેરીએ એમની સાહિત્યિક પ્રવૃત્તિની વિગતે વાત કરી એમનાં કેટલાંક નવાં પસ્તકોનો વિગતવાર પરિચય આપ્યો હતો. એમનાં કેટલાંક કાવ્યો અને ગઝલો વાંચી સૌને એનો આસ્વાદ કરાવ્યો હતો. ગુજરાતી ભાષામાં છંદોમાં લઘુગુરુ અને અન્ય છૂટછાટ લેવાઈ રહી હોવાની ટીકા કરી અને છંદ વિષેના એમના નવા ગ્રંથમાં વિવિધ છંદોની સવિસ્તર છણાવટ કરી છંદો વિષે સવિસ્તર માહિતી આપી હતી. ગુજરાતી કવિતા કે ગઝલ વિષે વધુ જાણવાની ઉત્કંઠા હોય અને સારા કવિ બનવું હોય તો આ ગ્રંથ વસાવવા જેવો છે. આ બેઠકમાં શ્રી કેશુભાઈ ચંદેરિયા, સ્મિતા ભાગવત, હસુબહેન અને મનુભાઈ

પટેલ, મોહમ્મદઅલી વફા, ડૉ. મન્સુરી, જય મંદોદરા, મધુરીબહેન ધનિક, અલી વૈદ, બાબુભાઈ પટેલ, રમેશ મેકવાન, વગેરેએ ભાગ લઈ બહુ ઉત્સાહ દાખવ્યો હતો.

શબ્દસેતુ વતી અહેવાલ પ્રકાશ મોદી

(‘A Life Lost, A Life Gained’ by Jay Gajjar, Jada Presss, Atlanta, Georgia, USA price 12.95)


Responses

  1. Dear Gujjar saheb. Please accept heartily congratulation!

  2. A Life Lost, A Life Gained નવલકથાના લોકાર્પણ પ્રસંગે હાર્દિક અભિનંદન.

  3. [...] જય ગજજજરની અંગ્રેજી નવલકથા A Life Lost, A Life Gained… [...]


Leave a response

Your response:

Categories