આખરે તું આવશે—નિર્મિશ ઠાકર
વ્યંગમાં એ હોય કે ગંભીરમાં
શબ્દને સ્થાપી શકું છું તીરમાં
જે ગુમાવી દે બધ સંદર્ભને
તે ગતિમાં શું અને સ્થિરમાં ?
આખરે તું આવશે તારા ભણી
મસ્જિદોમાં શોધ કે મંદિરમાં !
છું હવે તારા મહીં તો જાઉં ક્યાં?
માછલી જોઇ હશે નીરમાં.
પ્રેરણાં મૂર્તિ અમારી છે અહીં!
હું મને જોયાં કરું તસ્વીરમાં.
(તમન્ના_ મે 2008ના સૌજન્યથી)

આપના પ્રતિભાવ