Posted by: bazmewafa | 07/12/2008

કવિતા ન કરવા વિશે કવિતા_ જયંત પાઠક

કવિતા ન કરવા વિશે કવિતા_ જયંત પાઠક

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?

સરોવરો સુકાઈ જાય ?

નદીઓ વહેતી થંભી જાય ?

ડુંગરા ડોલી ઊઠે ?

ઘાસ ઉગતું બંધ થઈ જાય ?

ના,ના,એવું તો ના થાય-

પણ….પછી

જલપરીઓ છાની માની

ઝીણાં પવનવસ્ત્રો ઉતારી

જલક્રિડા કરવા ના આવે;

ડુંગરા વાદળની પાંખો પહેરીને

ઊડી ના શકે;

શ્વાસને આંસુનાં ફૂલ ના ફૂટે,

પૃથવી ગોળ ગોળ ફરે

પણ ઠેરની ઠેર રહે

અવકાશમાં;

આકાશ ભણી ઉંચે ના જાય.

કવિતા કરવાનું બંધ કરીએ તો

આમ તો કશું ના થાય

એટલે કશું થાયજ નહીં !

 


Responses

  1. jai shri krushan

    mane tamari kavita no bhavarth ma je anand avyo chee ae hu a comment ma na api shaku …

    thnnks for a such a good poem


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers