હું દિલગીર છું
ટ્રૈન ગતિ પકડી ચુકી હતી. ખિચો ખિચ ભરેલી ટ્રેનમાં .કામદાર પુરુષો,સ્ત્રીઓ, કોલેજમાં ભણતા યુવાન છોકરા ,છોકરીઓની હાજરી હતી..બારી નજીક એક વૃધ્ધ બેઠા હતા..એમની સાથે ત્રીસેક વરસની ઉમર ધરાવતો એમનો પુત્ર હતો.પસાર થતી ટ્રેનમાંથી આ છોકરો બહારના કુદરતી દ્રશ્યોથી આનંદિત અને આવેશમય મુગ્ધતા અનુભવતો હતો.
એકા એક બોલી ઉઠ્યો.પપ્પા! જુઓ.પસાર થતા લીલા વૃક્ષોનાં દ્રશ્યો કેટલા ખુબસુરત લાગે છે.
30 વર્ષનાં એક માણસનું આ પ્રકારનું વર્તન લોકોમાં કુતૂહુલ અને આશ્ચર્ય પમાડતું હતું.
બધાજ કઇંક આ માણસ માટે બળબળાટ કરવા લાગ્યા .’આ માણસનું ખસી ગયેલું લાગે છે.’નવોદિત શાદીશુદા અનુપે એની પત્નિનાં કાનમાં કહ્યું..
અને અચાનક વરસાદ. શરુ થઇ ગયો.. ખુલી બારીમાંથી વરસાદના છાંટા મુસાફરો પર પડતા હતા..આ ત્રીસ વરસનો પુત્ર આનંદી ઉઠયો.પપ્પા જુઓને આ વરસાદ કેટલો આનંદ જનક છે.
અનુપની નવી નવેલી દુલ્હનનું નવું સૂટ આ પાણીનાં છાંટથી પલળતું હતું.
અનુપ બરાડી ઉઠયો.તમને દેખાતું નથી વરસાદ પડી રહ્યો છે,હે બુઢ્ઢા! જો તમારા છોકરાની તબિયત બરાબર ન હોય તો એને કોઇ .માંનસિક સારવારની હોસ્પિટલમાં દાખલ કરાવો.અને આરીતે નાહક લોકોને હેરાન ન કરો.
વૃધ્ધ માણસ થોડો ખંચકાયો.પછી એણે ધીમા અવાજે કહ્યું: અમે હોસ્પિટલથીજ આવી રહ્યા છીએં. આ છોકરો જનમથી આંધળો હતો.છેલ્લા આથાવાડિયેજ એને આંખો મળી છે..આ વર્ષા અને પ્રાકુતિક સૌંદર્ય એના માટે તદ્દન નવી ચીજ છે. આપ લોકોને જે તકલીફ થઇ તે બદલ હું દિલગીર છું.
(રજુઆત: આસીફ કુરેશી,ઝૈન.,ફરહાનાઅને જેનબ તરફથી આ કથની અંગ્રેજીમાં ઈ-મેલથી મોકલવામાં આવી છે.’બઝમે વફા’ એમના આભર સહિત અનુવાદ પ્રસતુતકરે છે).
