ટોરંટોના મહા નગરમાં વેરાયલા મુસ્લીમ પરિવારોને પરસ્પર નિકટ લાવી તેમને સામૂહિક ઉત્કર્ષ સાધવાનો સધિયારો આપનાર સ્તુત્ય કાર્યક્રમ ;
રિપોર્ટ: પ્રો.સુમન અજમેરી
તા.૬જુલાઇ ૨૦૦૮
કેનેડાનાં મહાનગર ટોરંટો માં ફેલાયલા મુસ્લીમ પરિવારોને ,કોમના લોકોને પરસ્પર નિકટ સંપર્કમાં લાવી તેમનો સંભવિત ઉત્કર્ષ સાધવાના ભાગ રૂપે AFMI કેનેડાના ઉપક્રમે એક કોમ્યુનિટી પિકનિકનું આયોજન દિનાંક ૬જુલાઇ ૨૦૦૮ ને રવિવારે
Downs view ડેલ પાર્કમાં યોજવામાં આવ્યો હતો.લીલાછમ વૃક્ષોનાં સધન છાંયડામાં યોજાયેલી આ પિકનિક જ્યાં ૪૦૦-૫૦૦ જેટલી વ્ય્ક્તિઓ નજીવી ફી ($5.00) ભરીને જોડાય હતી.આવેલ મહેમાનોની સરભરા ગરમ ગરમ બાર્બેક્યુ,સોફ્ટ ડ્રીંકસ ફ્રૂટશ,મીનરલ વોટર વિ. સર્વ કરવામાં આવ્યું હતું. આ જલ્સાને લોકોએ મન ભરીને માણ્યો હતો.મોટેરાઓએ પોતાને રૂચિકર એવી રમતો,જુદા જુદા ગ્રુપ્સમાં રમતા હતા.નાના ભૂલકાઓ માટે તેમને અનુકૂળ એવીએ રમત યોજાઇ હતી.ખાણી પીણીના ફ્રી સ્ટોલ આખો દિવસ ચાલુ રહ્યા હતા.બધાને કાળજી ભરી સર્વિસ મળી હતી.તે માટે સંસ્થાના સેવા ભાવી અને વિનમ્ર પ્રમુખ બિરાદર હુસેન ભાયાત ખડે પગે રહ્યા હતા.ટોરન્ટોના જુદા જુદા વિસ્તારમાં વસતા મુસ્લીમ પરિવાર એક મેક ની નજીક રહેતાં હોવા છતાંય અહીંના પરિવેશગત મર્યદાઓને કારણે એકબીજાની નિકટ આવી શકતા ન હોતા. તે બધા આપ્રસંગ ના આયોજન દ્વારા પરસ્પરના પરિચયને સુદધ રીતે કેળવીને પરસ્પરથી સધન રીતે સાંકળતા થયા હતા. હાજર પરિવારોમાં ગુજરાતીઓ,તેમજ ભારતના વિવિધ રાજ્યોનાં રહેવાસીઓ હતા. જે એકજ નગરમાં રહેતા હોવા છતાં એકમેકને આ પૂર્વે ઓળખતા નહોતા.વાર તહેવાર ,ઉત્સવ ભેગા કરી લગ્ન સમાંરંભો ,મૌત, મૈયત વખતે પાંચ પચાસ માણસો ભેગા કરી શકાય.સંબંધની સુદ્દઢ એવી સાંકળ આ પ્રસંગ દ્વારા રચાઇ હતી.વ્યવસાયના જુદા જુદા સ્તરે સ્થિર થયેલા આ પરિવારો પરસ્પરને સહયોગ આપી આખી કોમનો ઉત્કર્ષ સાધવામાં સહકાર અને દુ:ખ દર્દમાં પરસ્પરને સહાય કરવામાં ઉપયોગી થઇ પડે.
તેવી કેટલીય સંભાવના દ્વારા આ પ્રાકારના આયોજને દ્વાર ખુલ્લા થાય છે.અહીંના મુસ્લિમોને એક સમાજ તરીકે બેઠો કરવામાં આ જાતનાં આયોજનો નો ફાળો અને યોગદાન ઘણાં મોટાં છે.આ સમગ્ર ઉપક્રમ આયોજન માટે AFMI કેનેડાના ચાહકો તેના પ્રમુખ બિરાદર હુસેન ભાયાત અને તેમના સહકાર્યકર ટીમના સક્રિય સદ્સ્યો બિરાદર હકીમ અલી ખાન(ઉપ પ્રમુખ),મોહંમદ અફરોઝ ,અબ્દુર્રશીદ ખાન(બોર્ડ ઓફ ડીરેકટર્સ)અને વોલિયેંટર તૌફીક મોહંમદ ખાન વિ.એ ખુબજ જહેમત ઉઠાવી હતી.આ બધાનો સવિનય સેવાભાવ પ્રશંસા પાત્ર હતો.
આવો સરસ કર્યક્રમ આપવા માટે AFMI સર્વે કાર્ય કર્તાઓ અભિનંદને પાત્ર છે


Very Good project. Congratulations to all organizers. Here in Canada there is no difference between Hindu and Muslim. We all are human being without thinking of any difference between caste, color, religion or culture. Umashankar Joshii said, ‘HU MANAVI MANAV THAU TO GHANU.’ My novel ANDHINO UJAS serealized in Sandash reflects the principle of humanity. Again congratulations to all organizers.
By: Jay Gajjar on July 11, 2008
at 1:55 pm
Thank you, Gajjar Saheb, for your encouraging comments, and the message of unity, that human beings should live together in unity, which is so important in today’s world.
AFMI-Canada is a Charitable organization providing support to marginalized communities. Hope you can attend one of our future programs.
By: B. Husain Bhayat on August 12, 2008
at 11:52 pm