Posted by: bazmewafa | July 2, 2008

કાચ જેવું ઘર_’જિગર’નબીપુરી(U.K.)

એક મારા નામની તખ્તી લખી રાખું હવે

જિંદગીમાં મોત જેવું કોઇ ફેરા ખાય છે.

               _’જિગરનબીપુરી

 

 

 

કાચ જેવું ઘર_’જિગરનબીપુરી(U.K.)

 

જિંદગીને પ્રેમનું વળગણ હતું

સાવ સુનું આયખું તે પણ હતું

 

વેદના ટપકી રહીતી આંખથી

ક્યાંક તારી યાદનું કારણ હતું

 

દુશ્મની તો મુજ ઉપર હસતી રહી

દોસ્તીનું તારીજ તો વણ હતું

 

કોણ ,કોનું,કેમ, ક્યાંથી,કઇ રીતે

એ સમજવાનુંય ના દર્પણ હતું

 

આંધળો આ હાથ ક્યાં ચિંધુ હવે

આંખમાં આંજેલું મેં આંજણ હતું

 

કોઇ ઉંડા ભેદની તો વાત છે

કાચ જેવું ઘર તે પણ કણ કણ હતું

 

જિંદગી પામી ગયો તો તે છતાં

મોત તો જિગરને મૂઝવણ હતું

 

(ગુજલીશ ગઝલો_૧૦૨)


Leave a response

Your response:

Categories