Posted by: bazmewafa | July 1, 2008

નિબંધ છે_ કુતુબ’આઝાદ’

ઘડતર જીવનનું થાય છે સંકટ સહ્યા પછી

સંકટ  જિંદગીમાં કદી નોતરી તો જો

કુતુબઆઝાદ

 

 

 

નિબંધ છે_ કુતુબઆઝાદ

 

 

મન માનવીનું એટલું માયામાં અંધ છે

આંખો તો છે ઉઘાડી હૃદયદ્વાર બંધ છે

 

લીધો છે એક શ્વાસ બીજો લઇ નહીં શકે

પ્રત્યેક શ્વાસ વિશ્વથી છેલ્લો સબંધ છે

 

માગું છું ફૂલ જેવું જીવન હું મર્યા પછી

ખર્યા પછી એ ફૂલમાં બાકી સુગંધ છે

 

સથવારો જો પ્રકાશનો સાથે ન હોય તો

જેને કહો છો આંખ એ આંખોયે  બંધ છે

 

મમતાના તાર મોતની સાથે તૂટી જશે

કાલે નહીંજ હોય જે આજે સબંધ છે

 

અંતિમ ટાણે એટલી અમને સમજ પડી

જીવન એ પાપ કર્મનો મોટો નિબંધ છે

 

આઝાદરોકશો મા ભલે એ વહી જતાં

આંસુઓ પશ્ચાતાપનો તૂટેલ બંધ છે

 

 

 

 

 

 


Leave a response

Your response:

Categories