Posted by: bazmewafa | July 1, 2008

દેખાશે તને_ ઉર્વિશ વસાવડા

આ બધી ગઝલોં કંઇ મૌલિક નથી

તેં કહેલા શેરની તઝમીન છે

 

 

દેખાશે તને_ ઉર્વિશ વસાવડા

 

માર્ગ રચનારા બધાનો અંત દેખાશે તને

સ્હેજ ધીરજ ધર સફરનો અંત દેખાશે તને

 

દ્રશ્યને દ્રષ્ટાની વચ્ચેનો ભેદ સમજી લે પ્રથમ

દ્રશ્ય સઘળાં પછી જીવંત  દેખાશે તને

 

તું હકારત્મક નજરથી મળ ,મળે તું જેમને

શક્ય છે પ્રત્યેક જણમાં સંત દેખાશે તને

 

વાત મારી લાગણીની હું નથી કરતો છતાં

તું ગઝલ મારી સમજ સાદ્યંત  દેખાશે તને

 

એ અગર આંખોની સામે હોય ના તો શું થયું,

કર સ્મરણ એનું તો મૂર્તિમંત  દેખાશે તને


Leave a response

Your response:

Categories