તારા વિના_ હર્માન હેઝ(સાહિત્ય માટે નોબેલ પ્રાઈઝ વિજયી જર્મન કવિ_1946)

મારું ઓશિકું રાત્રે મને તાકી રહે છે
કબર ના ખાલી પથ્થર ની જેમ
મેં કદી કલ્પના પણ ન કરેલ કે
એ આટલું કડવાહટ ભર્યું હશે
એકલું હોવું તે
તારા કેશોને વળગીને ન સુવું તે
હું એક નિ:શબ્દ ગૃહમાં એકલો પડેલ છું
લટકટો દીવો શ્યામલ થઇ ગયો છે
ધીરેથી મારા હાથોને ખેંચે છે
તારા હાથો સાથે
અને હળવેથી મારા અધરને દબાવે છે
તારા પ્રતિ
અને મનેજ ચુંબન કરેછે,થકાવટ ભર્યું અને અશકત
અને હું સફાળો જાગી ઉઠું છું
અને એક શીતળ રાત
મારી આસપાસ ઉગી નીકળે છે
બારીમાં તારાઓ સાફ ચમકી રહ્યા છે
તારી સોનેરી લટો ક્યાં છે?
તારા મધુર હોઠો કયાં છે ?
હવે હુ દરેક આહલાદકતામાં વેદના ચુસું છું
અને વિષ દરેક શરાબનાં ઘૂંટમાં
એકલવાયું હોવું!
તારા વિનાનું અટૂલું !
હવે હુ દરેક આહલાદકતામાં વેદના ચુસું છું
અને વિષ દરેક શરાબનાં ઘૂંટમાં
એકલવાયું હોવું!
તાર વિનાનું અટૂલું !
wo! nice one.
By: વિશ્વદીપ બારડ on 06/23/2008
at 5:16 PM
Very good
By: Mukund Desai - 'MADAD' on 06/24/2008
at 3:40 PM