પડઘાતો માણસ**અશોક પંચાલ’નાજુક’

પથ્થરમાં અથડાતો માણસ
ચક્કીમાં પીસાતો માણસ.
શ્વાવાસે શ્વાસે ઝેર ભરીને
રસ્તામાં ઢોળાતો માણસ.
સંબંધો ને સગપણ વચ્ચે
સદીઓથી પીડાતો માણસ.
સપનામાં ચિલ્લાયા કરતો
ભીતરમાં પડઘાતો માણસ.
માણસ પર ભાષાના જખ્મો
શબ્દોથી છોલાતો માણસ.
માણસમાંથી મુકતિ કાજે
ખાંભી થઇ ખોડાતો માણસ.
પડછાયાની ઓઠે ‘નાજુક’
ધરતી પર લંબાતો માણસ.
(શહીદે ગઝલ_ડીસેંબર2007)
ખૂબ સુંદર,
ઉપર થી પાષાણ બની ને,
અંદર થી ગભરાતો માણસ.
By: RAZIA MIRZA on 06/26/2008
at 9:52 AM