સનમ_ મૌલાના જલાલુદ્દીન રૂમી
સનમના રૂપનું વર્ણન કરતાં કરતાં
શાયરની વિરહ જવાળા વધી ગઇ.
તેના તલસાટભર્યા કવનથી
સનમને દયા આવી.
સનમ તેના સામે પ્રકટ થઇ.
શાયર તેના રૂપની વધુ ને વધુ પ્રશંસા કરવા લાગ્યો.
સનમે કહ્યું:
’ હવે તો હું તારી સામે પ્રત્યક્ષ છું,
હવે આ વર્ણનની શી જરૂર ?
પણ શાયર તો એક પછી એક રચના
સનમને ચરણે ધરવા લાગ્યો.
સનમે કહ્યું: ‘તું મારા પ્રેમમાં નથી
પણ મારા વિષેની તારી શાયરીના પ્રેમમાં છે’
એટલું કહી સનમ
આંખથી ઓઝલ થઇ ગઇ.