પથ્થર બનીને રહી જવાની મારી વેદના,
કૈં મીણ થઇને તારાં સ્મરણ ઓગળી જશે.
**મનોજ ખંડેરિયા
કયારેક
હું મારા ગીતનાં એકાંતમાં
ભટકતોજ રહું છું.
ક્યારેક વનનાં વૃક્ષોની ભીની ભીની ડાળ પરથી
લસરી પદતા વિહંગના ટહુકાઓ
વીણી ઘસી ઘસીને
ચમકતા ગોળ લીસા મણકા બનાવું છું
તારા શૈશવના વ્હાલ સોયા પાંચીકા જેવા.
કયારેક એ મણકાઓને
મારા ગીતોના શબ્દોની જગ્યાએ મુકું છું
ત્યારે
ચારે તરફ ગુંજી ઉઠે છે
તારો પાંચીકા રમતી વેળાનો અવાજ
’છબ્બો !’
અને હું જ
પાંચીકા થઇને વેરાઇ જાઉં છું
ચારો તરફ
(અચાનક**61)
Click for his parichay
http://sureshbjani.wordpress.com/2007/01/02/manoj_khanderia/

આપના પ્રતિભાવ