Posted by: bazmewafa | June 14, 2008

ફૂલોથી ના સજાવો તમે*****’સૈફ’ પાલનપુરી

 

ફૂલોથી ના સજાવો તમે,સૈફની કબર,

એ ઘરમાં કોણ બીજું આવનાર છે?

               ***સૈફ પાલનપુરી

 

આ શું?***સૈફ પાલનપુરી

 

 

અચ્છા હૈ કિ દિલકે સાથ રહે પાસબાને અકલ,

લેકિન કભી કભી ઉસે તન્હા ભી છોડ દો.

                               (ઇકબાલ)

(એ ઠીક છે કે હૃદયની સાથે બુધ્ધિ એના સંરક્ષક તરીકે રહે,પરંતુ એને (હૃદયને) કદી,કદી  એકલું પણ છોડી દો.)

 

 

આજની આ ભવ્ય ઇમારતો ,

જો આવતીકાલનાં જોવા લાયક ખંડેરો હોય,

તો ઈંટ પર ઈંટ ખડકી રહેલો માનવી-

નથી લાગતું કે

મુર્ખાઇઓનો ઢગલો કરી રહ્યો છે.

 

 

*****

 

મારું ઘર

 

 

મારા ઘરની બારીઓ પર

રંગે બે રંગી નાગોના નકશીકામની જાળીઓ છે

મારા ઘરના દરવાજા પાસે

પાણીથી ત્રાસેલા મગરમચ્છોની બેઠક છે

મારું દુ:ખ એજ છે

કે હું નિરાંતે શ્વાસ લઇ શકું છું

અને ઘરની બહાર પણ જઇ શકું છું.

****

 

અવલોકન

 

 

ગઇ કાલે મેં એક ભૂખથી મરી ગયેલા માનવીને જોયો હતો

એના ચહેરા પર કેટલી બધી રોનક હતી

કહેવાય છે એ મરતાં પહેલા

જગની સૌથી સ્વાદિષ્ટ વાનગીઓનું

આપણા વિવેચકોની જેમ,

એણે એક તટસ્થ અવલોકન કર્યું હતું.

 

 


Leave a response

Your response:

Categories