નોબેલ પ્રાઈઝ__બોરિસ પાસ્તરનાક
(નોબેલ પ્રાઈઝનો સ્વૈચ્છિક ઇન્કાર કરનાર રશિયન ક્રાંતિકારી કવિ)
હું કોઇ બંધિયાર વાડામાં
ખોવાઇ ગયેલા પશુ જેવો છું
ક્યાંક, લોકો,આઝાદી
અને પ્રકાશ વસે છે
મારી પીઠ પાછળ સંપર્કતાનો ઘોંઘાટ છે
અને બહાર નીકળવાનો
કોઇ માર્ગ નથી
પરંતુ મેં કોઇ પાપી પ્રવુત્તિ કરી નાંખી છે
હું ‘હત્યારો’,અને ‘ઘાતકી’
હું તે છું__
જે આખા વિશ્વને રડવા માટે
બળજબરી કરે છે
મારા વતનનાં સૈદર્ય પર
પરંતુ ગમે તે હોય ,
હું મારી કબરની ઘણી નજીક છું
અને હું માનું છું કે,
તે સમય પણ આવનાર છે
જ્યારે સાત્યનાં આત્માનો વિજય થશે
નબળાઈ અને શર્મિંદગીથી
(અંગ્રેજી પરથી અનુવાદ: વફા)
બોરિસ પાસ્તરનાકના જિવન ઉપર શ્રી ઉમાશંકર જોષીનો લેખ વાંચવા નીચેનાં URL પર જવા વિનંતી છે.
http://bazmewafa.wordpress.com/2008/01/28/boris-pasternak_umashnkarjoshi/
good
By: Mukund ''MADAD'' on 06/12/2008
at 6:29 PM