અત્તીલા જોઝેફ(1905_ 1937)
ક્રાંતિકારી હંગેરિયન કવિ:
ગરીબ માતા પિતાનાંનાં ઘરમાં,બુદાપેસ્ટ(હંગેરી) જન્મેલા અત્તીલા જોઝેફે દુ:ખ વિના કશું જોયું નથી.ત્રણ વરસની ઉમરે એના પિતાએ એને, એની બે બહેનો અને માતા સહિત તરછોડી દીધાં હતાં.ઘણી યાતનામાં ઉછેર પામ્યો.એની ઉમર જ્યારે 14 વરસ જેટલી હતી ત્યરે એની માતા 43 વર્ષની વયે મૃત્યુ પામી.એનાં બનેવીની આર્થિક હાલત સારી હતી.એને ભણવામાં મદદ કરવા શક્તિમાન હતો.એની ઈચ્છા માધ્યમિક શાળાનાં શિક્ષક બનવાની હતી પણ એ ક્રાંતિકારી કવિ બની ગયો.
એક અસહ્ય રોગમાં સપડાયેલા અત્તીલા નું વિચિત્ર નિદાન થયું કે એ અંતિમ છેડાનાં વ્યક્તિત્વ અસમનવય થી પિડાયલો દર્દી છે. લગ્ન એનાં નસીબમાં નહોતું. કંઈક લફરાં ખરાં. પરંતુ એ એને સારવાર કરનાર સ્ત્રીનાં પ્રેમમાં પડી ગયો હતો.1937ની 3જી ડીસેંબરના ,32 વર્ષની ઉમરે એ એક ધસી આવતી ટ્રેન સાથે ભટકાઇને મૃત્યુ પામ્યો. કેટલાક કહે છે, એ આપઘાત હતો. ત્યારે કેટલાકનું માંવું છે એ અકસ્માત હતો.
એના મૃત્યુની જગ્યાની પાંસેજ એનું મેમોરિયલ આવેલ છે.
હંગેરીના હીરો અને મહાન ક્રાતિકારી અને આંતર રાષ્ટ્રિય કવિમાં એની ગણના થાય છે.એનાં કવિતા ગ્રંથો વિશ્વની ઘણી ભાષાઓમાં અનુદિત થયા છે.
અત્તીલા જોઝેફની કવિતાઓ:
1_વર્ષો પહેલાં
વર્ષો પહેલાં મને એ વિદિત થયું
હું એક દેડકા જેવો ઉભયચર છું
જે ક્રોધાવેશ આકાશની નીચે પડેલું છે.
આ કવિતા મારા અસ્વસ્થ આત્માનાં પરપોટા છે.
પાંસે દુષ્ટ માલિક પણ નથી
કોઇ પણ જીવાણુંઓ મારી આજ્ઞાની રાહ જોતા નથી
મત્સ્ય અને ઈશ્વરોની જેમ હું જીવી રહ્યો છું
સમંદર અને સ્વર્ગ માં એક સરખી રીતે
મારો સમુંદર આ ધીરેથી,
હુંફાળા હાથોથી મને સમેટી લેનાર
આ અગોચર વિશ્વ છે.
મારું સ્વર્ગ તે નિરવ પ્રકાશ છે
જે મારી સમજણથી ગર્ભાયેલી
માનવતા જેવો
હું પિતા વિહીન છું,માતા વિહીન છું
ઈશ્વર વિહોણો અને મુલ્ક વિહોણો
પારણા વિહીન,અને કફન વિહીન
અને કોઇ આપ્તજનનાં સ્વમાનનાં ચુંબન વિહીન.
2-
હવે ટ્રેન પતરીની નીચે જઈ રહી છે,
કદાચ આજે મને એ પરત લઇ જાય
કદાચ મારો ગરમ ચહેરો આજે ઠંડો થઇ જાય
કદાચ તુ વાત કરવા લાગે,કદાચ તું કંઇ કહે
ગરમ પાણી વહી રહ્યું છે,
ત્યાં વારંવાર સ્નાન થઇ રહ્યું છે
આ ટુવાલ રહ્યો, તારી જાતને સુકી કરી લે
ચુલા પર માંસ છે,તે તને ખવડાવવામાં આવશે
ત્યાં હું આડો પડતો હતો, એ તારો બિસ્તર છે.
(1933)

good
By: Mukund ''MADAD'' on 05/25/2008
at 4:19 PM
આવા વિરલ ક્રાંતિકારી કવિનો પરિચય આપવા બદલ ખૂબખૂબ આભાર.
By: Harsukh Thanki on 05/25/2008
at 5:20 PM