ગાલિબ અજોડ હતો અને છે__શેખાદમ આબુવાલા
યે મસાઈલે તસવ્વુફ યે તેરા બયાન ગાલિબ
તુઝે હમ વલી સમઝતે,જો ન બાદા ખ્વાર હોતા
ઉર્દૂ કવિતામાં દુ:ખી શાયરોનો તોટો નથી.અને આમે રડાવવું સહેલું છે,હસાવવું મુશ્કેલ છે.તે એટલે સુધી કે હસાવનાર હસાવતાં હસાવતાં પોતેજ રડી પડતો હોય છે.
ફિગારની ગાલિબ વિષેની એક નઝમ માં એણે મિર્ઝા અસદુલ્લાહખાં ‘ગાલિબ’ના શે’રોની કાંધ ઉપરજ હાસ્યની પાલખી ઉપડાવી છે.શીર્ષક છે’ગાલિબકો બુરા ક્યોં કહો ?’
શીર્ષક જ ગાલિબનાં એક મિસ્રા(પંક્તિ)ની યાદ દેવડાવી જાય છે.
‘ગાલિબ કો બુરા કહતે હો અચ્છા હૈ મેરે આગે’
પ્રારંભિક શે’રમાં ગાલિબના એક ટીકાકારનો ગાલિબની બોલબાલાનું કારણ શું છે,એવો પ્રશ્ન આવે છે.
‘કલ એક નાકિદે ગાલિબ ને મુઝસે યું પૂછા
કિ કદ્રે ગાલિબે મર્હુમકા સબબ ક્યા હૈ’
આ શરૂઆત પછી પ્રશ્ન અને તર્કનો સિલસિલો આરંભાય છે.
‘મુઝે બતાઓ કિ દીવાને હઝરતે ગાલિબ
કલામે પાક હૈ ,ઈંજીલ હૈ,ગીતા હૈ ?’
હા ભઇ ,મને એ તો સમજાવો કે આ ગાલિબનો ગઝલ સંગ્રહ (દીવાને ગાલિબ) એ વળી છે શું ?’ કુરાનની કક્ષાનું સહિત્ય,બાઈબલ કે ગીતા છે ?
‘હમારે શહેર કરાંચીમે એક સાહિબ હૈ, કલામ ઉનકાભી ગાલિબસે મિલતા ઝુલતા હૈ,
તો પછી કરાંચીના આ શાયરની બોલબાલા કેમ નથી?
‘મુઝે તો મીર તકી મીર સે હૈ એક લગાવ
કિ મીર કુછ ભી સહી શાયરી તો કરતા હૈ?
આ શે’રમાં પરોક્ષ _વત્તા પ્રત્યક્ષ એ કટાક્ષ છે કે ગાલિબ શાયરી કરતા નથી,તો પછી ગાલિબની આટલીબોલબાલા શા માટે?
‘યે રંગ લાઈ હૈ ગાલિબકી પાર્ટી બન્દી
કિ આજ સારે જહાં મેં ઉસીકા ચર્ચા હૈ.
યે ગૈર મુલ્ક જો ગાલિબ પે જાન દેતે હૈં
મેરે ખયાલ મેં ઇસમેં ભી કોઇ ઘપલા હૈ’
જરૂર તેમાં કોઇ ગોટાળો છે_ નહીંતર….
.
‘કહાં કે ઈતને બડ઼ે આર્ટિસ્ટ થે ગાલિબ
યે ચન્દ અહલે અદબકા પ્રોપેગન્ડા હૈ.’
ગાલિબ એવા તો કયા મોટા કલાકાર હતા? એ તો મુઠ્ઠીભર સાહિત્યકારોનો પ્રોપેગંડા(પ્રચાર) માત્ર છે.
પછી ગાલિબના હવાલા સાથે ટીકાકારોની ટીકા રજૂ થાય છે.
‘કભી હૈ મહવ હસીનોં કે ધોલ ધપ્પોં મેં,
કભી કિસીકા વો સોતેમેં બોસા લેતેં હૈ,
જો કહ રહેં હૈ કિ ગાલિબ ફલસફી શાયર,
મુઝે બતાયેં કિ બોસેમે ફલસફા કયા હૈ?,
ઊંઘતી માશુકાનું ચુંબન ચૌરવાની વાત કરતા ગાલિબને તમે જો ફિલોસોફર પોએટ (દાર્શનિક કવિ) કહો છો, તો મને એ સમજાવો કે ચુબનમાં કઇ મોટી ફિલોસોફી સમાયેલી છે ?
પછી કસીદા(પ્રશંસા_ સ્તુતિ કાવ્ય) ના ઉલ્લેખ સાથે સવાલ મુકાય છે_
‘જો શાયરી હો તજમ્મુલ હુસેનખાં કે લિયે,
વો એક તરહકી ખુશામદ હૈ શાયરી ક્યા હૈ?
તજમ્મુલ હુસેનખાં જેવા માટે તમે શાયરી કરો તો ,તેને ખુશામતજ કહેવાય,શાયરી નહીં.
તમે ગાલિબને કેટલે સુધી ચઢાવવા માંગો છો?
‘સુના યે હૈ કિ સૂફી ભી થે, વલી ભી થે,
અબ ઇસકે બાદ પયગંબરીકા દરજા હૈ,
_જે દરજ્જો હવે તો કોઇને પણ મળી શકે એમ નથી,છતાં લાગે છે એવું કે તમે આ એક રહી ગયેલો પયગંબરીને દરજ્જો પણ ગાલિબને આપી દેવા માંગો છો.
શાયર પછી ટીકાકારને ગાલિબને વાંચવાની વિનંતી કરે છે.
‘કહા જો મૈંને કિ પઢિયે તો પહેલે ગાલિબકો
તો બોલે ખાક પઢું મુદ્દાઅ તો અનકા હૈ’
આ શેરમાં ગાલિબના એક શેરનો ઉલ્લેખ છે,જેમાં એણે કહ્યું છે કે તમે ભલેને તમારી શ્રવણની જાળ જેટલી ચાહો એટલી બિછાવો,મારા કથનનો મર્મ (મુદ્દદઆ_મુદ્દો) નહીં પકડી શકો.કારણ એ અનકા છે.એટલેકે કાલ્પનિક પક્ષી છે,કલ્પનામાં છે.વાસ્તવમાં નથી.એટલેજે તો પેલો ટીકાકાર શાયરને કહે છે,ગાલિબને શું ધૂળ વાંચું? વાંચીશ તો સમજાશે નહીં એના શે’રોનો અર્થ પકડાશે નહીં.
ટીકાકાર ની વાત આગળ ચાલે છે_
‘મેરી નઝરમેં મુહસિન હૈ ગાલિબ કે
કિ મેંને હઝરતે ગાલિબકા ફિલ્મ દેખા હૈ’
એમતો મારી નજરમાં ગાલિબનાં ચિંતનની ખૂબીઓ _સુંદરતાઓ (મુહાસિન) છે,કારણકે મેં (ગાલિબની અઝલો વાંચી નથી) પણ એની(સોહરાબ મોદીએ બનાવેલી) ફિલ્મ (‘મિરઝા ગાલિબ ) જોઇ છે.
હવે શાયર ગાલિબની વહારે ધાય છે.
‘સુની જો મૈંને યે તનકીદ તો સમઝ ન સકા
કિ ઈસ ગરીબકો ગાલિબસે દૂશ્મની ક્યા હૈ?
આ ટીકા વિવેચન આલોચના (તનકીદ) સાંભળી તો થયું કે આ ભલા માણસને ગાલિબ સાથે આવી શત્રુતા કેમ છે ?
પછી શાયર અને સાહિત્યમાં ગાલિબનો મરતબો શો છે એ સમજાવવા માંડે છે_
‘બઢી જો બાત તો મૈંને ઉસકો સમજાયા,
અદબમેં હઝરતે ગાલિબકા મરતબા ક્યા હૈ?
બતાયા ઉસ્કો કિ વો ઝિન્દગીકા હૈ શાયર,
બહુત કરીબસે દુનિયાકો ઉસને દેખા હૈ
અજબા આઝાદ કી હામિલ હૈ ઉસકી શખ્શિયત
અજીબ શખ્સ હૈ બર્બાદ હોકે હસતા હૈ’
(અદબ=સાહિત્ય)
શયર એ પણ કહે છે કે ગાલિબનાં વ્યક્તિતવમાં વિચિત્ર એવા વિરોધાભાસો(તઝાદ) છે, એ માણસ બરબાદ થઇને હસે છે.
‘ચિરાગે સુબ્હ્કી માનિંદ ઝિન્દગી ઉસકી
ઇક આસરાહૈ,એક અરમાં હૈ એક તમન્ના હૈ’
એનું જીવન પ્રા:તકાળના દીવા જેવું છે,એક આશ્રય છે,એક અરમાન છે એક તમન્ના છે.
પછી તો શાયર ગાલિબનાંજ શેરોનાં હવાલા આપતો જાય છે,તેમાં એક શહેરમાં કહે છે કે_
’પહુંચ ગયા હૈ વો ઉસ મંઝિલે તફક્કુર પર
જહાં દિમાગ ભી દિલકી તરહ ધકતા હૈ’
ગાલિબતો ચિંતનની એ મંઝિલ પર પહોં ચી હયો છે, કે જયાં બુધ્ધિ પણ હૃદયની જેમ ધબકે છે.
આ રીતે ફિગાર ગાલિબની પ્રશંસા કરતા જાય છે.અને અંતે તે મુદ્દાની વાત કરી કાવ્યનું સમાપન કરે છે.
‘હઝાર લોગોંને ચાહા કિ ઉસકે સાથ ચલેં,
મગર વો પહલે ભી તન્હાથા, અબ હી તન્હા હૈ’
પહેલાં પણ ગાલિબ એકાકી હતો. એટલે એક માત્ર હતો,અનન્ય,અજોડ અને અદ્વિત્ય હતો,અને આજે પણ છે.
(જમાલપુરથી જર્મની_224 )
ફિગારની ગાલિબ વિષેની એક નઝમ માં એણે મિર્ઝા અસદુલ્લાહખાં ‘ગાલિબ’ના શે’રોની કાંધ ઉપરજ હાસ્યની પાલખી ઉપડાવી છે.શીર્ષક છે’ગાલિબકો બુરા ક્યોં કહો ?’
શીર્ષક જ ગાલિબનાં એક મિસ્રા(પંક્તિ)ની યાદ દેવડાવી જાય છે.
કિ કદ્રે ગાલિબે મર્હુમકા સબબ ક્યા હૈ’
કલામે પાક હૈ ,ઈંજીલ હૈ,ગીતા હૈ ?’
‘હમારે શહેર કરાંચીમે એક સાહિબ હૈ, કલામ ઉનકાભી ગાલિબસે મિલતા ઝુલતા હૈ,
તો પછી કરાંચીના આ શાયરની બોલબાલા કેમ નથી?
કિ મીર કુછ ભી સહી શાયરી તો કરતા હૈ?
કિ આજ સારે જહાં મેં ઉસીકા ચર્ચા હૈ.
મેરે ખયાલ મેં ઇસમેં ભી કોઇ ઘપલા હૈ’
.
‘કહાં કે ઈતને બડ઼ે આર્ટિસ્ટ થે ગાલિબ
યે ચન્દ અહલે અદબકા પ્રોપેગન્ડા હૈ.’
પછી ગાલિબના હવાલા સાથે ટીકાકારોની ટીકા રજૂ થાય છે.
કભી કિસીકા વો સોતેમેં બોસા લેતેં હૈ,
મુઝે બતાયેં કિ બોસેમે ફલસફા કયા હૈ?,
પછી કસીદા(પ્રશંસા_ સ્તુતિ કાવ્ય) ના ઉલ્લેખ સાથે સવાલ મુકાય છે_
વો એક તરહકી ખુશામદ હૈ શાયરી ક્યા હૈ?
તમે ગાલિબને કેટલે સુધી ચઢાવવા માંગો છો?
અબ ઇસકે બાદ પયગંબરીકા દરજા હૈ,
_જે દરજ્જો હવે તો કોઇને પણ મળી શકે એમ નથી,છતાં લાગે છે એવું કે તમે આ એક રહી ગયેલો પયગંબરીને દરજ્જો પણ ગાલિબને આપી દેવા માંગો છો.
શાયર પછી ટીકાકારને ગાલિબને વાંચવાની વિનંતી કરે છે.
તો બોલે ખાક પઢું મુદ્દાઅ તો અનકા હૈ’
ટીકાકાર ની વાત આગળ ચાલે છે_
કિ મેંને હઝરતે ગાલિબકા ફિલ્મ દેખા હૈ’
હવે શાયર ગાલિબની વહારે ધાય છે.
કિ ઈસ ગરીબકો ગાલિબસે દૂશ્મની ક્યા હૈ?
પછી શાયર અને સાહિત્યમાં ગાલિબનો મરતબો શો છે એ સમજાવવા માંડે છે_
અદબમેં હઝરતે ગાલિબકા મરતબા ક્યા હૈ?
બહુત કરીબસે દુનિયાકો ઉસને દેખા હૈ
અજીબ શખ્સ હૈ બર્બાદ હોકે હસતા હૈ’
(અદબ=સાહિત્ય)
ઇક આસરાહૈ,એક અરમાં હૈ એક તમન્ના હૈ’
પછી તો શાયર ગાલિબનાંજ શેરોનાં હવાલા આપતો જાય છે,તેમાં એક શહેરમાં કહે છે કે_
જહાં દિમાગ ભી દિલકી તરહ ધકતા હૈ’
મગર વો પહલે ભી તન્હાથા, અબ હી તન્હા હૈ’

બહોત ખૂબ ! મઝા આવી ગઈ !
By: ધવલ on 05/22/2008
at 12:01 AM
vaah … asad saaheb vishe kai k pan vaachiye etle maja ave !!
thnks for this …
By: કુણાલ on 05/22/2008
at 8:25 AM
Good
By: Mukund ''MADAD'' on 05/22/2008
at 9:06 AM
ગાલિબ તો અજોડ હતા જ, શેખાદમ આબુવાલા વિષે પણ એવું જ કહી શકાય તેમ છે.
By: Harsukh Thanki on 05/22/2008
at 12:01 PM
ગાલીબના શેર તો વાંચ્યા હતા પણ ગાલીબ વીષેના શેરની આજે મજા લીધી સરસ આભાર
http://jayeshupadhyaya.wordpress.com
By: jayeshupadhyaya on 05/22/2008
at 1:03 PM
vah..enjoyed…thanks
By: nilam doshi on 05/23/2008
at 3:02 PM
vah…
vah… galib vah….
galib ni vat pucho ma…
galib to galib che he yaaro……
By: tapandasani on 05/26/2008
at 1:05 PM
galib duniya na bast shayar hata, che, ne raheshe
*nil*
By: nilesh chudasama on 05/26/2008
at 1:07 PM
HU MANU CHHU TYA SUDHI ”GALIB”NA VAKHAN KARVA MATA KOI SABDOJ NATHI
By: TAHER BARAD on 08/28/2008
at 5:53 AM
galib is best,hu mari gazalo na shabdo ne galib na shabdo sathe hammesha sarkhavu chhu,kem k tema thi navo rasto malle chhe.
– mayur sosa “C C B”
mayur_to_mayuram@yahoo.in
By: mayur kumar sosa on 10/16/2008
at 7:48 AM