Posted by: bazmewafa | 05/20/2008

સમયની બે વફાઈ છે_’શૂન્ય’ પાલનપુરી

 

 

શૂન્ય પાલનપુરી___ સુરેશ દલાલ

 

 

 

 

 

અલીખાન ઉસ્માનખાન બલોચ શૂન્ય પાલપુરી

(19_12-1922*****17_3_1987)

સૂન્ય પાલનપુરી ગઝલમાં સરવળો કરે એવું નામ છે.ગઝલનો કાવ્યપ્રકાર દેખીતી રીતે સહેલો લાગે પણ એ વિકટ પ્રકાર છે. લપસણા ઢાળ પર દોડવા જેવું કામ છે.પણ શૂંન્ય જેવા શાયરે ગઝલને લપસણા ઢાળ પાર સ્થિર કરી એટલુંજ નહિ પણ એને હરણની ચીસ અને સૂસવાતા તીરની ગતિ પણ આપી.

 

મુશાયરાઓ યોજાતા રહ્યા.સૂન્યનું નામ પદે એટલે શ્રોતાઓ આપ મેળે અદબ જાળવીને એમને સાંભલે.એમના અવજમા6 અનોખી બુલંદી હતી.એમની રજૂઆતમાં આત્મવિશ્વાસહતો.કરણકે એમના નિષ્ઠાવાન શબ્દોમાં જીવંત માણસનો ધબકારો હતો.એમની ગઝલ આપણને એક વાતની પ્રતીતિ આપેછે કે આ માણસે જીવનને પૂરતી વ્યાપકતા અને ઊંડાણથી જોયું છે.ગઝલમાં અનુભવ અને અનૂભૂતિનો રનકો હતો.આ એક એવા ગઝલકાર છે કે જેમને ગઝલના છંદ શાસ્ત્રનો પાકો પરિચય હતો.માત્ર પોતા પુરતીજ ગઝલોમાં એમનું વ્ય્ક્તિત્વ સિમિત નહોતું,પણ એમણે ઉમર કૈયામની રૂબાઈઓનો ગુજરાતીમાં ગુજરાતી પણું જળવય  એ રીતે અનુવાદ કર્યો હતો .એ જેટલા લોક પ્રિય રહ્યા એટલા વિદ્વાનોને પણ ગમતા. જીવનની વ્યથા મુંઝવણોનો પારદર્શક પરિચય એમની કૃતિમાંથી મળે.એમની કલમ ખુમારી અને ખુદ્દારી પૂર્વક ઈશ્વરને પણ સંબોધે.

 

આવા માતબર શાયરના ઉપવનમાંથી કેટલાક શેર ઉડતી નજરે જોઇએં.માણસ ગમે તેટલું ઈચ્છે તો પણ પોતે જે જગતમાં જીવે છે એનો મુકાબલો કરવોજ પડે છે. ઘણી વાર મરી મરીને જીવવું પડે છે.પ્રત્યેક માણસને પોતાની રીતે જીવવાની અનેક પ્રકારની હોંશ હોય છે.પણ જગતમાં લોકો એને સમય ,બન્ને પોત પોતાનો ભાવ અંર ભાગ ભજવે છે,ત્યારે શાય્રે આમ કહેવું પડે;

 

જમાનાનું ધાર્યું એ કરવું પડે છે

કમોતે ઘણી વાર મરવું પડે છે.

 

આ એક શેરમાં મનુષ્ય જીવનની લાચારસંહિતા ઊપસી આવે છે.જીવનમાં પ્રેમ મૂલ્ય ઘણું છે,છતાંયે અણુ અણુમાં પ્રેમની વિફળતા લખાઈ છે.કોઇ ફિલ્મમાં આવું ગીત હતું:

 

મહોબ્બત કી  કિસ્મત બનાનેસે પહેલે,

જમાને કે માલિક તૂ રોયા તો હોગા

 

શૂન્ય કોઇનાં અનુકરણ કે અનુસર્જનરૂપે નહીં પણ પોતાની પુરે પુરી મૌલિકતાથી ઓછા શબ્દોમાં પ્રેમની ક્રુણ કહાણીનો ચિતાર અને ચિત્કાર આપે છે.

છે અહીં વિશ્વાસ, ત્યાં વિશ્વાસઘાત

એક એની,એક  મારી જિંદગી

 

શાયર તથ્ય અને સત્યનો ભેદ બરબર ઉકેલી આપે છે.

           ખુલ્લી આંખે જીવન હકીકત છે,

             બંધ આંખે ફકત કહાણી છે.

શૂન્ય ની ગઝલ વાંચતાં જે આત્મીયતા બંધાય એ માટે આતો માત્ર ઓળખની પરિચય નોંધ છે.

 

 

સમયની બે વફાઈ છે_શૂન્ય પાલનપુરી

મુકદ્દરની કનડગત છે .સમયની બે વફાઈ છે.
જીવનની લાજ ખુદ એનાંજ ઘરમાં લૂંટાઈ છે.

દિલે પોતેજ પરખાવા ન દીધું પોત દુનિયાનું.
સુમન ઓઠેજ કંટકની બધી લીલા રમાઈ છે.

તરંગોના બળે સાતે ગગનને આવરી લેશું.
હવાઈ મંજિલો કાજે તુરંગો પણ હવાઈ છે.

અમર પંખી !પરમ સદભાગ્ય! કે પિંજર મળ્યું નશ્વર.
ખૂશીથી દર્દ માણી લે ઘડીભર ની જુદાઈ છે.

દયા ખાજો બળી શકતા નથી એવા પતંગોની.
દીપકની આગમાં તો વેદના મુક્તિ લપાઈ છે.

જીવન અર્પણ કરી દીધું. કોઇને એટલા માટે.
મરણ આવે તો એને કહી શકું .’મિલકત પરાઈ છે.

અમસ્તી હોય ના ભરતી કદી ઉર્મિના સાગરમાં.
એ કોની પ્રેરણાથી ’શૂન્ય’ની ગઝલો લખાઈ છે.


Responses

  1. છે વિતી ગઈ આ સદીઓ પર સદીઓ દુનિયા વસવામાં,

    છતાં સમજયા નહિં કે “શુન્ય” માં દુનિયા સમાઈ છે.

  2. gud

  3. બહું જ સરસ ગઝલ છે.

    દિલે પોતેજ પરખાવા ન દીધું પોત દુનિયાનું
    સુમન ઓઠેજ કંટકની બધી લીલા રમાઈ છે.

    અને શૂન્ય એ પણ કહે છે,

    છે કટંકોના ઝૂમખાં ફૂલોના સ્વાંગમા !
    ઉપવન મહી વસંતની કેવી ઠગાઈ છે ?

  4. Good gazal

  5. kya saheb………………………………………………………………………………………………………..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers