Posted by: bazmewafa | May 16, 2008

પહેલાં કવિતા લખવી ઘણી સરળ હતી_ નીદા ફાઝલી

 પહેલાં કવિતા લખવી ઘણી સરળ હતી_ નીદા ફાઝલી

પહેલાં કવિતા લખવી ઘણી સરળ હતી

ઘરનાં આંગણે

પીપળાની ડાળીઓથી ઉછળીને

આવતાં જતાં બાળકોની થેલીઓથી

નીકળીને

રંગ બેરંગી

ચકલીઓની ચિં ચિં

માં ઢળીને

કવિતા જયારે મારા ઘેર આવતી હતી

મારી કલમથી જલ્દી જલ્દી

પોતાને પૂરે પૂરી વર્ણવી જતી હતી

હવે બધાં દ્ર્શ્યો બદલાઇ ચુકયાં છે

નાનાં નાનાં ત્રિભેટેથી

પહોળા માર્ગો બની ચુકયા છે

મોટી મોટી બજારો

જુની ગલીઓ અને શેરીઓની  ગળી ચુકી છે

કવિતાને મારા વચ્ચે

હવે ઘણૂં લાંબુ અંતરછે

આ માઇલોના લાંબા અંતરમાં

ક્યાંક અચાનક બૉમ ફૂટે છે

માંઓ ની કુંખમાં પોઢેલ બાળકો ડરી ઉઠે છે

ધર્મ અને રાજકરણ મળીને

નવા નવા નારાઓ  ઉછાળે છે

ઘણાં શહેરો ,ઘણા દેશો પસાર કરી

જયારે કવિતા મારા ઘર પર પ્રવેશ કરે છે

એટલી થાકેલી હોય છે કે

મારા લખવાન ટેબલ પર

કોળા કાગળને કોળોજ છોડી દઇને

વિદાય થઇ જાય છે

અને કોઇ ફૂટપાથ પર જઇને

શહેરના સૌથી વયો વૃધ્ધ માણસ ની આંખોની પાંપણે

અશ્રુ બની ને

સૂઇ જાય છે

(ઉર્દૂ માંથી ગુજરાતીમાં અનુવાદ_વફા)

 

Leave a response

Your response:

Categories