તને__પંકજ વોરા
તને એક ફૂલ નહિ, ફૂલછબ નહિ
બાગ નહિ,ખુદ મોસમ દેવી છે.
તને એક રંગ નહિ એક રૂપ નહિ
એક આસુમ એવી ફોરમ દેવી છે.
તને કમ દેવાનું દિલ નહિ,
ને દિલથી કમ કંઇ દેવું નહિ.
તને એક સ્વર નહિ, એક શબ્દ નહિ,
સૂરની સરવરતી સરગમ દેવી છે.
તને જે કંઇ દીધું કમ દીધું,
પણ હતું અકલ તારા અમ દીધું.
તને પન જન્મેલી કવિતાની
એક અછૂતી આલમ દેવી છે.
ત્રને લોકનું તરભાણું દઇને,
લાગે છે કે એક તરણું દીધું,
હવે દેવી તો શબ્દ વગરની
સૃષ્ટિ મોઘમ દેવી છે

આજે તમારો બ્લોગ જોયો ખુબ સરસ લગયો.
By: himalek32 on May 21, 2008
at 6:42 am