Posted by: bazmewafa | 05/13/2008

જે ભીતરે છે_ડાહ્યાભાઇ પ્રજાપતિ’ધીરેન’

જે ભીતરે છે_ડાહ્યાભાઇ પ્રજાપતિધીરેન

શબ્દોની જ છે આળપંપાળ.
કાપી નાંખ માયાની જાળ.

રણમાં ઝૂરે તરસ્યો છોડ,
તું લે હવે એની સંભાળ.

જગમાં આવી જીવી જાણ,
ફેલાવી દે તું તારી આણ.

છોડી દે તાર કવચ કુંડળ,
આત્માં કેરું એજ પરિત્રાણ.

લ્યો,મોહન પડળ ખૂલી ગયા
પ્રાથને કહો હવે ચડાવે બાણ.

સૂતો ભિષ્મ બાણ શૈયા પર,
રોકી રહ્યું કોણ એના પ્રાણ?

અર્થના ઉંબર ઓળંગી આવ
જે ભીતર છે તેને તું જાણ.


Leave a response

Your response:

Categories