દોસ્ત તું જે___ હારૂન પટેલ

દોસ્તું જે બોલતાં શરમાય છે.
તેજ તારી આંખમાં વંચાય છે.
ફૂલ ઉપર જે રીતે ઝાકળ પડે,
એ રેતે સાકી મદિરા પાય છે.
હોઠ ઉપર છે લવારા રાત દિન,
નામ તારું કયાં હવે લેવાય છે.
એક એક માણસ અહીં તીસમારખાં,
કોઇને પણ ક્યાં કશું કહેવાય છે.
એ નિખાલસ માનવી ક્યાં શોધવો,
જે બીજાને જોઇને હરખાય છે.
એ જ પથ્થર થૈને તમને વાગશે,
પોચા રૂ જેવો ભલે દેખાય છે.
પીઠ પહેલાં થાબડે છે તે પછી,
પીઠમાં ખંજર હુલાવી જાય છે.
પહેલા કહેવાતો હતો પંચાતિયો,
કોમનો લીડર હવે કહેવાય છે.
છે દયા માલિકની’ હારૂન’ પર,
કેમ તારા પેટમાં ચુંક થાય છે.
Posted in ગઝલ | Tags: ગઝલ, દોસ્ત તું જે___ હારૂન પ, Gujlish Gazhlo