છતાં કેમ ચર્ચાયો __બેદાર લાજપુરી
જગતની અવર ને જવરમાં હતો
છતાં એક ચહેરો નજરમાં હતો
ન હૈયાથી અળગો એ પથ્થર કર્યો
જે ઠોકર સ્વરૂપે ડગરમાં હતો
છતાં કેમ ચર્ચાયો હું ચારસુ
હું કયાં તમારા નગરમાં હતો?
ગઝલ મુજ વિશે શું ન શું કહી ગઇ
હું ક્યારે કોઇની ખબરમાં હતો?
ગજબનો અજંપો હતો અમને,
હું પણ ગજબની સબરમાં હતો.
મળી રાહ ‘બેદાર’ કયાંયે નહીં,
ન જાણે હું કેવી સફરમાં હતો.
(“એ મળે તો કહેજો” 38 )
<
Posted in ગઝલ | Tags: ગઝલ, છતાં કેમ ચર્ચાયો __બે