એ મને દોષિત ગણીને__ સેવક આલીપુરી
કેટલા માર્ગો બદલતી હોય છે,
જિંદગી કેવી રઝળતી હોય છે.
એ મને દોષિત ગણીને અવગણે,
મૂર્ખ એ બહાને પજવતી હોય છે.
આંસુ મારા મને ડૂબાડશે,
નિત સમસ્યાઓ ઉભરતી હોય છે.
એની મસ્તી હો જ્વાનીમાં અને,
રૂપમાં કેવી મલકતી હોય છે.
આભમાંના તારલા જોયા કરું,
જીજ્ઞાસા કેવી અમસ્તી હોય છે.
દિપિકાને કોઇ તો પૂછી જુએ,
કારણો વિના સળગતી હોય છે?
