Posted by: bazmewafa | May 12, 2008

ગળે ફાંસો, કરે બેડી _મુસા બના

ગળે ફાંસો, કરે બેડી _મુસા બના

 

 મુસા બના

જન્મ:1907

નિ:ધન:1955

જન્મ સ્થળ: તડકેશ્વર જિ: સુરત

કવિ ,સાહિત્યકાર,વહોરા સમાચાર,સુરતના માજી તંત્રી,અને મેનેજિંગ કમિટિના સભ્ય..ભારતની આઝાદીની ચળવળનાં  એક સેનાની.

એમની નઝમો અને ગઝલો માં દેશ પ્રેમ ,જુસ્સો અને અંગ્રેજોની ગુલામી સામે બંડ અને આક્રોશ હતો.

શ્રી રતિલલ અનિલે એકવાર 1947 પહેલાનાં મુશાયેરાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું જ,મુસા બના મુશાયરાની  શાન અને જાન હતા.

થોડા સમય પહેલાં  જેમનો ઈંતેકાલ થયો છે, એ પ્રોફેસર ,પ્રીંસીપલ ડૉ.મોહમ્મદ હનીફ બના એમનાં સુપુત્ર થાય છે 

 

 

બાકી છે.

 

જીવન આ જીવવા જેવું નથી પણ જીવવા દો છો,

અમારા પર હજીયે આપનો ઉપકાર બાકી છે.

 

 

ગળે ફાંસો, કરે બેડી,પગે લોખંડની સાંકળ,

હજી શું કંઇ ગુલામોના શૃંગાર બાકી છે.

 

******

 

મુકતક

 કયાં હે યુવાન પાછો નિસ્તેજ થઇ બેઠો,

તુ જાગે તો જગતનાં ચક્રો ફરી જવાના.

 

 કરવાનું કંઇ કરીલે કરવાનો આ સમય છે,

તું બેઠો જોતો રહેશે બીજા કરી જવાના.

 

 

ગઝલ

 

  જરા મહેફિલ મંહી તીરછી નજર ઓ યાર થાવા દે.

નિગાહે નાઝની બરછી જિગરની પાર થાવા દે.

 

 ઉભો છું કયારનો ગરદન સજાવી  યાર થાવા દે.

કર્યો અપકાર તેં લાખો હવે ઉપકાર થાવા દે.

 

 વિલાયતની દવાઓથી ન મટશે દર્દ આ પ્રેમીનું,

નવુ એ દર્દ છે એનોજ ઉપચાર થાવા દે.

 

 

નથી હું કૈસ સમ મજનું કે ઘર છોડી વસાવું વન,

મને તું તારી ચોખટ પર ફના દિલદાર થાવા દે.

 

 

મિલનનાં પ્રશ્ન પર ઓ સંગદિલ ઈનકાર શા માટે?

ભલે એકવાર થાવાદે ,છતાં એકરાર થાવા દે.

 

 ઝુંકાવું કે નહીં ગરદન એ તું પણ જોઇ લેજે ને

જરા તુજ મ્યાનથી બે ધ્યાન તુજ તલવાર થાવ દે.

 

 પછી સાકી દિયે જોજો ભરી તુજ જામ ઉપર જામ,

હજી તે મસ્ત છે ઇકબાલ તું હોંશિયાર થાવા દે.

 

 

 

 

Responses

YOU ARE BRINGING UNSUNG HERO OF GUJARAT!
KEEP UP YOUR GOOD WORK.

RAJENDRA TRIVEDI,M.D.
http://www.bpaindia.org
CCA and Pain center,
Stoneham,Massachusetts,USA

બહુ જ સરસ કામ. આવી માહીતી જ હીન્દુ અને મુસ્લીમો વચ્ચે કપટી અંગ્રેજોએ અને બન્ને કોમોના ધાર્મીક વડાઓએ ઉભી કરેલી ખાઈ દુર કરી શક્શે.
આપણે એ ન ભુલીએ કે 1857 માં અને 20 મી સદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બન્ને કોમ ભાઈચારાથી સાથે ઝઝુમી હતી.
‘જુનુન’ પીક્ચર યાદ આવી ગયું , જેમાં એક મુસ્લીમ ઉમરાવની ખાનદાની ઉજાગર કરેલી હતી. તેમાં તેનો હીન્દુ મીત્ર તેને ઘેર ચલમની ભુંગળી બદલીને હુક્કો પીતો બતાવ્યો છે. ધાર્મીક માન્યતાઓ તેમની દોસ્તીમાં વચ્ચે આવતી ન હતી.
આ દોસ્તી અને આ બીરાદરી ભારત અને પાકીસ્તાન વચ્ચે ફરી જાગે તેવી શુભ ભાવના આપણે સેવીએ.
જો બે ખુનખાર યુધ્ધો લડેલા ફ્રાન્સ અને જર્મની મીત્ર બની શકે તો આપણા બે દેશો શા માટે નહીં?

It can only obsurved if we start respecting each other and faith.

Leave a response

Your response:

Categories