સહી કરી દીધી _ અશરફ ડબાવાલા
વગડતે ઢોલ ને ઉભી બજારે સહી કરી દીધી
જખમના લાગની નીચે કટારે સહી કરે દીધી
મને સપનાઓ ભેગા થઇ મનાવ્યો જીવવા માટે
ઘણી મેં ના ભણી રાતે સવારે સહી કરી દીધી
ગઝલ લખવાની રજા જ્યારે સંકોચથી માંગી
કળાએ સ્મિત કર્યું ને વિચારે સહી કરી દીધી
મેં જેવો શ્વાસ છોડયો ને બધુંય થઇ ગયું થાળે
હવાએ ભીનું સંકેલ્યું, મઝારે સહી કરી દીધી
તમે લઇ પ્રેમનો ખરડો ફર્યા’તા ગામ આખામાં
અભણ એકજ હતો’અશરફ’ હજારે સહી કરી દીધી
(સુરાલય_ 16)

મેં જેવો શ્વાસ….. મઝારે સહી કરી દીધી. બહુજ સરસ.
By: RAZIA MIRZA on May 12, 2008
at 11:10 am
Nice
By: Mukund ''MADAD'' on May 13, 2008
at 8:48 pm
very nice gazal.
By: Sapana on April 4, 2009
at 4:30 am
Ashrafbhai,
My name is Sapana. I have been reading yours and Madhumati’s gazal on garavigurajari. One of my online friend gave me your name to learn more about gazal and chand.If I can have your email I can ask you some questions.
Thank You.
sapana
By: Sapana on April 4, 2009
at 4:36 am
Sorry ghazal gurjari.By the way I am in Chicago too.
By: Sapana on April 4, 2009
at 4:41 am