નામ_અહમદ ગુલ
એ એક હાથે કયાં કદી વાગવાનું નામ
સબંધ તો બે હાથે તાળી પાડવાનું નામ
વરસાદનું મન છે પલળવાનું ભલે પલળે
કોરા રહી આપશું કંઇ ભીજવાનું નામ
જાગી ગયો છે કયારનો અંધાર તેથી તો
લેતું નથી ત્યાં કોઇ તો સૂરજ થવાનું નામ
લખવી પડે છે કે કો’ લખાવે છે ગઝલ તુજથી
પાસે કશું તો જોઇએં ગમ ભૂલવાનું નામ
એને હૃદયનાં ખૂણે ખૂણે ‘ગુલ’ લટકવા દો
ભીંતો ઉપર ક્યાં કદી છે ટાંગવાનું નામ
English translation by Adam Tankarvi (AROMA p-38,390)
RELATTIONSHIP
It is not a clapping with one hand
Relationship is clapping two hands
Let the rain drench it self in water
We’ll get wet even thou remaining dry
The darkness has woken up for long
And some one does not arrive like Sun
I have no choice but to write gazhals
One must have an excuse to drown sorrows
O Gul, fix the name in every corner of heart
It is not to be fixed on the wall after all

Good
By: Mukund ''MADAD'' on 05/13/2008
at 8:46 PM