ભાષા ભવન_ અદમ ટંકારવી
(ગઝલ સોનેટ)
એના પાયામાં પડી બારાખડી
ચોસલાથી શબ્દનાં ભીંતો ચણી
એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી
ભોંય તળિયે પાથર્યા વિરામ ચિન્હ
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવ વાચક નામ મૂક્યું ઉંબરે
થઇ ધજા ફરક્યું ત્યાં સર્વનામ તું
ટોડલે નામોનાં દીવ અ ઝળ હળ્યા
સથિયા કેવળ પ્રયોગી આંગણે
રેશમી પદડા વિશેષણના હલ્યા
જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તનો મહેલ ઉડી ગયો
(રિઝામણુ_ 43 ના સૌજન્યથી)
Posted in ગઝલ | Tags: ગઝલ સોનેટ, ભાષા ભવન_ અદમ ટંકારવી, Gazhal Sonet
