Posted by: bazmewafa | May 10, 2008

માં યાદ છે મને__બાબુ પટેલ

માં યાદ છે મને__બાબુ પટેલ

સળગતા સૂરજનાં ઊના ઊના વાયરા

ને વરસતા વ્યોમના ઘોર અંધકારમાં

કાદવની કેડીયે હાથ ઝાલી ચાલતાં

એ ખેતરનાં શેરઢા યાદ છે મને

માં યાદ છે મને

 

તમે ખોદીને વાવતા જુવાર કપાસિયા

ને ચાસને ખોતરતા હાથના પપીલા તારા

યાદ છે મને

 

અને યાદછે મને

અંકુર ઉગમતા એ ઉછળતા છોડવા

ને અંબર ને આંબવા મોટા થતા

પેલા પાકેલા પાકનં કૂણા કણસલા

ને પોંક ખવડાવતા એ ખરબચડા હાથ

એના સ્પર્શનાં ફૂવારા યાદ છે મને

  

અને યાદછે મને

એ અંધારી રાતના ઉના ઉના રોટલા

ને છલકાતી છાસની ખાટી મીઠાશ

અને નેહથી વરસતા એ મેઘની ભીનાશ

અને ઝળહળતી દીવીનો દિવ્ય પ્રકાશ

હજી યાદ છે મને

માં યાદ છે મને

 

 

Tags: ,

Responses

good

જ્યારે ઠોકર ખાઇ ને પડું છું, તો યાદ આવે છે “માં”
જ્યારે એકલી થઈ ને રડું છું ,તો યાદ આવે છે “માં”
હાથે બનાવી,પ્રેમ નો કોળિયો મને ખવડાવતી તુ,
જ્યારે આજે રોટલો ઘડું છું,યાદ આવે છે “માં”

Leave a response

Your response:

Categories