Posted by: bazmewafa | 05/10/2008

જંગે આઝાદી 1857નું એક દ્ર્શ્ય_ મુહમ્મદઅલી વફા

જંગે આઝાદી 1857નું એક દ્ર્શ્ય_ મુહમ્મદઅલી વફા

 

82 વર્ષનાં વૃધ્ધ, અંતિમ મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફર_ 1857

સન 1857નીએપ્રીલ_ મે માં   હિન્દુસ્તાનનાં  સ્વતંત્રતાનાં સંગ્રામના ઇતિહાસ પર દ્રષ્ટિ પાત કરવમાં આવે ત્યારે,આપણી  સમક્ષ ઘણાં ચિત્રો ઉપસે છે.મોગલોનાં આખરી ફરમાં રવા શહેનશાહ બહાદુરશાહ ઝફર,બાદશાહ ઓછા અને કવિ વધુ હતા.એમનાં નામને શોભે એવા બહાદુર જરૂર હતા.

આ સમગ્ર સંગ્રામ એમની સરદારીમાં લડાયો હતો. ભારતવર્ષનાં અન્ય નાના મોટા રાજા,નવાબો અંગ્રેજોની આણથી ડરીને એમની સામે થવાને બદલે ભીની બિલ્લી બની ,એમની ગોદમાં બેસી ગયા હતા. કાસિમ નાનોતવી(મૌલાના),હાજી ઈમદાદુલ્લાહ અને રશીદ અહમદ ગંગોહી(મૌલાના) નાં સંગઠનમાં હાજી ઈમદાદુલ્લાહ થાનવી જનરલનો દરજ્જો ધરાવતા હતા. આ સંગઠને શામલી(યુ.પી.)ના મેદાનનો જંગ લડ્યો,અને જીત મેળવી હતી.અંગ્રેજોની તોપો સુધ્ધં કબેજે કરી લીધી હતી.હાફિઝ મોહમ્મદ થાનવી જેવા સંત સુફી સિફત લોકોએ શહાદતનો જામ પીધો હતો

બહાદુશાહ ઝફરનાં પોતાના શબ્દોમાં  હકુમતે શાહે  આલમ,લાલકિલેસે આગે પાલમ.

એમણે એક જાહેરનામું બહાર પાડી ,તમામ સંગ્રામ વીરોને સહકારની ખાતરી આપી હતી. ભારત અંગ્રેજોની ચુંગાલમાથી   સ્વતંત્ર થાય તો, ભારતની પ્રજાને હકછે,કે લોકશાહી રીતે પોતાના દેશનો કારભાર ચલાવવાની નિતિ નક્કી કરે.

હજરત મૌલાના મોહમ્મદ કાસિમ નાનોતવી દિલ્હી જઈ બાદશાહને મળ્યા.અને બાદશાહે જાહેરનામાંનો ખરીતો તૈયાર કરાવી ,સહી કરી અર્પણ કર્યો.

મુઘલ સમ્રાટની આ હરકતને લુચ્ચા અંગ્રેજો બરદાશ્ત નહીં કરી શક્યા. ચળવળની નિષ્ફળતાએ મુઘલ ખાનદાનની ભારતમાથી જડ ઉખેડી નાંખી.જ્યારે એમના ઓશિયાળા ખંડિયા રાજા,નવાબોએ એનો ખૂબ ફાયદો ઉઠાવ્યો.અને આઝાદ ભારતમાં પણ એ ફાયદાઓને વિસ્તૃત કરી  મેળવ્યા.

અહીં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નામના ઉર્દૂ પુસ્તકમાંથી ફકત એક પ્રસંગ નકલ કરવાની ઈચ્છા છે.

 મૌલાના કિફાયત અલી કાફી ની શહાદત:

 એમનું મૂળ વતન મુરાદાબાદ (યુ.પી.) હતું . રોહિલખંડમાં મુરાદબાદ સ્વાતંત્ર સંગ્રમનું કેન્દ્ર બની ચુક્યું હતું.મુરાદબાદનાં નવાબ મંજુખાં એ મૌલાના કિફાયત અલી ખાંને  ન્યાયાલયને લગતા વિષયોના પ્રમુખ બનાવ્યા હતા.રામપુરનાં નવાબે ગદ્દારી કરી .અને મુરાદબાદ પર કબ્જો કરી લીધો.

25 એપ્રીલ 1857નાં રોજ અંગ્રેજ જનરલ જોન્સ  મુરાદાબાદ આવ્યો.અને રામપુરના રાજ્યકર્તાઓ એ મુરાદાબાદ અંગ્રેજોનાં હવાલે કરી દીધું.

અંગ્રેજોના કબ્જાથી  મુરાદબાદમાં જુલ્મનો દૌરદોરો શરૂ થઇ ગયો.. શંકાઓનાં આધારે લોકોને ધરપકડો થવા લાગી.

ફખરુદ્દીન કલાં નામના વ્યક્તિએ મૌલાના કિફાયતાલી ની ગુપ્ત માહિતી અંગ્રેજ સરકારને પહોંચાડી દીધી.અને મૌલાના કાફી ને પકડવામાં આવ્યા. એક મામુલી અદાલતી કાર્યવાહી પછી,મૌલાના કાફીને ફાંસીની સજા ફટકારવામાં આવી.

જંગે આઝાદીના આ મુજાહિદો ને તો દેશ ખાતર બલિદાન સિવાય બીજું કશું ખપતું ન હતું.

 

 સર ફરોશી કી તમન્ન અબ હમારે દિલ મેં હૈ, દેખિયે અબ જોર કીતના બાજુએ કાતિલ મેં હૈ

મૌલાના કાફી આ ફેંસલો સાંભળતા ખૂશીથી ઝૂમી ઉઠ્યા.અને જયારે મૌલાના કાફીને ફાંસીના માંચડા પ્રતિ લઇ જવામાં આવ્યા, ત્યારે કવિ મિજાઝ મૌલાનાએ પોતાની એક તાજી ગઝલ લલકારી:

  

કોઇ ગુલ બાકી રહેગા ન ચમન રહ જાયેગા

પર રસુલુલ્લાહકા દીને હુસ્ન રહ જાયેગા

 

હમ સફીરો બાગમેં હૈ કોઇ દમ કા ચહ ચહા

બુલબુલેં ઉડ઼ જાયેગી, સુના ચમન રહ જાયેગા

 

ઈત્લીસ,વ કિમખ્વાબ કિ પોશાક પર નાઝાં ન હો

ઈસ તને બેજાન પર ખાકી કફન રહ જાયેગા

 

નામ શાહાને જાહાં મિટ જાયેંગે લેકિન યહીં

હશ્ર તક નામો નિશાં પંજતન રહ જાયેગા

 

જો પઢ઼ેગા સાહબે લૌલાક કે ઉપર દરૂદ

આગ સે મહફૂઝ ઉસકા બદન રહ જાયેગા

 

સબ ફના હો જાયેંગે કાફીવ લેકીન હશ્ર તક

નાઅતે હઝરતકા જબાનોં પર સુખન રહ જાયેગા

 

ઈત્લીસ=ઈટાલી ,કિમખ્વબ=ઢાકાની મલમલ જેવું બારીક રેશમી કપડું, ખાકી=ધૂળ યુકત

લૌલાક=હજરત મુહમ્મ્દ પયગંબર સાહેબ,દરૂદ= સલામ, હશ્ર =કયામત

  

મૌલાના કિફાયતઅલી કાફીને ભારત ની આઝાદીના જંગના ગુના માટે અંગ્રેજે મુરાદબાદની જેલની પાંસે ફાંસીના માચડે લટકાવી દીધા.અને ત્યાંજ એમની દફન વિધી કરવામાં આવી.

જેલની પાંસેજ એમની કબર હજી સુધી સુરક્ષિત છે.

અલ્લહ જલ્લેશાનહુ એમની ક્બરને નૂરથી ભરી દીયે,અને આપણને વતન માટે મરી ફિટવાની દીવાનગી અતા ફરમાવે(આ.)

 મૌલાના કિફાયતુલ્લાહ કાફી; ઉર્દૂના ઉમદા શાયર હતા.ના,તા(પ્રસંશા કાવ્ય)માં એક આગવી પ્રતિષ્ઠા રાખતા હતા. કાવ્ય સર્જન માં પણ એમનાં શિષ્યોની એક મોટી હારમાળા હતી. અબ્બાસ મુરાદાબાદી અને અબ્બાસ અલી વલદ નાદિર અલી નાં નામો એમાં મુખ્ય હતાં.

 આહ! અબ લાયે કહાંસે  વો  જાંબાઝ, સર ફરોશ

નફરત કદે મેં હૈ અબ  વતન ફરોશો કી  કતારેં

 

(જંગે આઝાદી1857_લે.મુહમ્મદ ઐયુબ કાદરી,બીસ બડ઼ે મુસલમાં લે.આલ્લામા અરશદ નાં પુસ્તકનાં આધારે)

  

(ખાસ નોંધ: આજે ગુજરાતીમાં ખેડાતા શાયરી પ્રકાર વાળા સજ્જનોએ સમજવા જેવું છે કે,પિંગળ શાસ્ત્રની સમજ વિના કે કોઇ ઉસ્તાદની ઈસ્લાહ વિના અરબી,ફારસી અને ઉર્દૂમાં શાયરી લખાઈ નથી. શહેનશાહ બહાદુરશાહ ઝફરના પણ ઉસ્તાદ હતા.ઉસ્તાદ ઝૌક..ગાલિબે પણ ઉસ્તાદ વગર શાયરી કરી નથી. ખોટા કાફિયા કે રદીફ લખી  જોડકણાંઓને શાયરી નામ આપતાં ખચકાવાની જરૂરત છે

ઉસ્તાદોની તંગી હોયતો ઉસ્તાદની હેસિયત ધરાવતા શાયરોની તંગી નથી,તેમના કલામોનો અભ્યાસ,છંદ શાસ્ત્રના પુસ્તકોનો ઝીણવટ પુર્વકનો અભ્યાસ  સાચી ગઝલ,નઝમ,કતઅ,મુકતક,કે રૂબાઈનું સર્જન કરાવી શકશે. નહીં તો બ્લોગરોનાં વિશ્વમાં ચાલી રહ્યું છે એમ  ગઝલનાં નામે એંઠવાડ  ઉલેચાશે)   

 

 


Responses

  1. nice

  2. ખાસ નોંધ: આજે ગુજરાતીમાં ખેડાતા શાયરી પ્રકાર વાળા સજ્જનોએ સમજવા જેવું છે કે,પિંગળ શાસ્ત્રની સમજ વિના કે કોઇ ઉસ્તાદની ઈસ્લાહ વિના અરબી,ફારસી અને ઉર્દૂમાં શાયરી લખાઈ નથી. શહેનશાહ બહાદુરશાહ ઝફરના પણ ઉસ્તાદ હતા.ઉસ્તાદ ઝૌક..ગાલિબે પણ ઉસ્તાદ વગર શાયરી કરી નથી. ખોટા કાફિયા કે રદીફ લખી જોડકણાંઓને શાયરી નામ આપતાં ખચકાવાની જરૂરત છે

    ઉસ્તાદોની તંગી હોયતો ઉસ્તાદની હેસિયત ધરાવતા શાયરોની તંગી નથી,તેમના કલામોનો અભ્યાસ,છંદ શાસ્ત્રના પુસ્તકોનો ઝીણવટ પુર્વકનો અભ્યાસ સાચી ગઝલ,નઝમ,કતઅ,મુકતક,કે રૂબાઈનું સર્જન કરાવી શકશે. નહીં તો બ્લોગરોનાં વિશ્વમાં ચાલી રહ્યું છે એમ ગઝલનાં નામે એંઠવાડ ઉલેચાશે)

    very true…….
    one should aware
    thanks !!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers