મિત્રની કબર __ આસિમ રાંદેરી
મારા એક મિત્રની ગમગીન ને ઉજ્જડ આ કબર
એનાં દુ:ખ દર્દનો બદલો છે આ એકાંત નથી
રંજ દુનિયાનાં અને પ્રેમનાં દુ:ખ ઝીલીને
એવો સુતો છે જાણે કંઇ કલ્પાંત નથી!
મારી લીલા એ હતો પ્રેમનો નિષ્ફળ અવતાર
મારા જીવનાની બરાબર હતું એનું જીવન
એની રાતોમાં હતી એજ તો બેચેનીઓ
એની આંખોમાં હતું એજ મુકદ્દરનું રુદન!
કલ્પનામાં જ સદા રૂપનાં દર્શન કીધાં
બાહુમાં લઇ કદી કોઇને ભેટી ન શક્યો
કોઇની યાદમાં હરરોજ તરસતો જ રહ્યો
એના અરમાનનો દીવો કદી પેટી ન શક્યો!
જેમ તું મારી છે ,એવી એની હતી ‘સલમા’
એની પાંસેય હતું લાગણી વશ એક હૃદય
એની ઈચ્છાને પરંતુ કો’ સહારો ન મળ્યો
મારા જેવો હતો એનોય પ્રતિકૂળ સમય!
એ બિચારની કોઇ આશા ફૂલી કે ફળી
જિંદગી એની વહી કંઇક મુસીબત સાથે
મારી લીલા! મને સમજણ નથી પડતી એની
કેમ દુનિયાને અદાવત છે મહોબ્બત સાથે!
મારાં આંસુઓ અટૂલા ન રહે ઓ’લીલા’
અંજલિ આપીએ,આ મિત્રને બન્ને સાથે
તારી વેણીનાં આ ફૂલોને કબરની ઉપર
તું ચઢાવી દે તારા સુકોમળ હાથે!
Posted in નઝમ | Tags: નઝમ, Asim Randeri, Nazm, મિત્રની કબર __ આસિમ રા
