Posted by: bazmewafa | 05/09/2008

દુશ્મન નથી_ ‘નઝર’ તુરાવા

દુશ્મન નથી_ નઝર તુરાવા

 

આ સ્થિતિ કાયમ રહી તો જીવવાનું મન નથી,
માનવી જાણે કે કુદરતનું સર્જન નથી.

આમ તો છે ક્લ્પનામાં ઉદ્દયન આકાશ પર,
ને અંહી તો ચાલવાને વાસ્ત્વિક સાધન નથી.

કંઇ હજારો ‘હા’ અને ‘ના’ના બધા ઝઘડા મહીં,
તારી એક ‘હા’પર તો મુજ જીવનનું અવલંબન નથી.

આ પ્રણયની જો પરાકાષ્ઠા નહીં તો શું હશે ?
કયાં નથી મારી નજર ! કયાં આપના દર્શન નથી?

હોય છે સુખના સમયની એ હકીકત પણ ‘નઝર’
આખા જગમાં કોઇ જાણે આપણું દુશ્મન નથી.


Responses

  1. good


Leave a response

Your response:

Categories