Posted by: bazmewafa | May 9, 2008

એક દિન હતો, એક પળ હતી___ કરસનદાસ માણેક

એક દિન હતો, એક પળ હતી___ કરસનદાસ માણેક

 

 

એક દિન હતો,એક પળ હતી,એક આંખડી ચંચળ હતી

ને પ્રાણના ઉપવન વિષે ઊર્મિ નદી ખળ ખળ હતી

ને જે પરાયાં થઈ પડયા,તા દૂરની ભૂમિ પરે

રે,તેમને સૌને નજીક આણવાની કળ હતી

                                 એક દિન હતો,એક પળ હતી!

 

બોલતીતી બુલબુલો ને ડોલતીતી મંજરી

ખોલતીતી દિલના બીડેલાં દ્વારો ખંજરી

પાનપાને ગાનગાને અર્તન ભ્રમણે પ્રણય

લહેરથી લૂંટાવતો આનંદની રસ_ પંજરી

                                    એક દિન હતો,એક પળ હતી!

 

એક સર હતું, સુંદર હતું,જેમાં કમલ મનહર હતું

ને એકમલના દલ સમું જેનું હૃદય મદભર હતું

એ મદ ભરેલા ઉર_ તળે જલતી હતી કો ઝંખના

ને ઝંખનાના ઘેનથી માતેલ જોબન તર હતું

                                    એક દિન હતો,એક પળ હતી!

 

એવેસમે જોવા સમું ને જાતને ખોવા સમું

ને રોઇ રોઇને રડાવી આંસુઓ લહોવા સમું

કંઇ કંઇ હતું બહારે હતું, ભીતર હતું, રસભર હતું

સંસારથી થાકેલ ઉરને થાકને ધોવા હતું

                                   એક દિન હતો,એક પળ હતી!

 

જોવા સમું તે દિ હતું ,આંખો હતી,પાંખો હતી,

સૂરમો હતો,સુરખી હતી,ટીકો હતો, ટીલડી હતી

નર્તન હતું, ઉર્મિ હતી, લટકો હતો, લીલા હતી

એવે સમે બેઠો રહ્યો જલયો વૃથા સંશય_દવે

આંખો ઉઘાડી કે મીંચો છે બેય એ સરખું હવે

                            એક દિન હતો,એક પળ હતી!

 

તે દિન ગયો ને પળ ગઇ ને આંખડી ચંચળ ગઇ

તે ઉર્મિઓ ગળગળ ગઇ ,તે જિંદગી વિહવળ ગઇ

યૌવન ગયું ,ઉપવન ગયું,જીવન ગયું,નન્દન ગયું

નરતન ગયું, કીર્તન ગયું,બાકી હવે ક્રન્દન ગયું,

ખૂણે છૂપો,ઝૂલે હીંચો,એ બેયછે સરખું હવે

આંખો ઉઘાડો કે મીંચો,છે બેય એ સરખું હવે

                       એક દિન હતો,એક પળ હતી!

 

 

 

 

Responses

Very good

Leave a response

Your response:

Categories