સપનાં સરી ગયાં !__ ‘લતીફ’ સુરતી
કેવો પ્રભાવ મારા હૃદય પર કરી ગયાં ?
કોની વ્યથામાં આંખથી અશ્રુ સરી ગયા ?
સન્માન કરજો યા પછી ઠોકર લગાવજો,
દિલ અમે તો આપને ચરણએ ધરી ગયા.
આવ્યા અમારી પાંસે ઉમંગો અનેક લઇ,
અફસોસ છે કે અશ્રુથી પાલવ ભરી ગયા.
તારી હતી એક આશા,તું એનો વિચાર કર,
જેનાં જીવનનાં સેંકડો સપનાં સરી ગયાં.
વાતો હવે વફાની જગતમાં રહી ગઇ,
દુશ્મનનું કામ જે હતું મિત્રો કરી ગયા.
લાગી ‘લતીફ’ કોની નજર તારા બાગને.
બે_ચાર ફૂલ જે હતાં તે પણ ખરી ગયાં.
કોની વ્યથામાં આંખથી અશ્રુ સરી ગયા ?
દિલ અમે તો આપને ચરણએ ધરી ગયા.
અફસોસ છે કે અશ્રુથી પાલવ ભરી ગયા.
જેનાં જીવનનાં સેંકડો સપનાં સરી ગયાં.
દુશ્મનનું કામ જે હતું મિત્રો કરી ગયા.
બે_ચાર ફૂલ જે હતાં તે પણ ખરી ગયાં.

very good
By: Mukund ''MADAD'' on May 9, 2008
at 7:20 am
તારી હતી એક આશા,તું એનો વિચાર કર,
જેનાં જીવનનાં સેંકડો સપનાં સરી ગયાં
very good gazal, please keep it up
By: ashwin ghaghada on May 9, 2008
at 9:07 am
Dear Latifbhai,
Excellent gazal- as smooth as good Scotch! Each share moves smoothly. I liked specifically the last four lines!
વાતો હવે વફાની જગતમાં રહી ગઇ,
દુશ્મનનું કામ જે હતું મિત્રો કરી ગયા.
લાગી ‘લતીફ’ કોની નજર તારા બાગને.
બે_ચાર ફૂલ જે હતાં તે પણ ખરી ગયાં.
Please keep it up. I wish you continue to write such beautiful gazals in the years to come. With best wishes,
Dinesh O. Shah,Ph.D.
Gainesville, Florida, USA
By: Dr. Dinesh O. Shah on May 11, 2008
at 12:55 am
સુંદર હતો એ મહેલ અમારા એ ખ્વાબ નો,
અરમાન આ હ્રદય ના તે પણ મરી ગયા.
By: RAZIA MIRZA on May 15, 2008
at 9:21 am