Posted by: bazmewafa | May 4, 2008

બદલાય છે__ બરકત વીરાણી’બેફામ’

બદલાય છે__ બરકત વીરાણીબેફામ

મુકતક_ મુહમ્મદઅલી વફા

 

નામ પણ બદલાય છે,ને કામ પણ બદલાય છે,

 જિંદગીને મયકદે આ જામ પણ  બદલાય છે,

કામ જો થઇ જાય પથ્થર થી  વફા તો ઠીક છે,

આ જગતને   આંગણે તો રામ પણ  બદલાય છે

 

 

બદલાય છે__ બરકત વીરાણીબેફામ

નઝમ(મુરબ્બઅ)

જિંદગીની એમતો હજી ચાલ પણ બદલાય છે,

આજ પણ બદલાય છે, ને કાલ પણ બદલાય છે,

ખુદ સમય રહેતો નથી અહીંયા સમય બદલાય છે,

માત્ર મહિનાઓ નહીં પણ સાલ પણ બદલાય છે.

 

        સાથ પણ બદલાય છે, સહવાસ પણ બદલાય છે,

        વહેમ પણ બદલાય છે, વિશ્વાસ પણ બદલાય છે,

         વાય છે કંઇ એમ    પહેલેથી જમાનાની   હવા,

        જિંદગીશું, જિંદગીના સ્વાસ   પણ  બદલાય  છે,

       

પ્યાર પણ બદલાય છે,    ધિક્કાર પણ બદલાય છે,

દિલ તો શું,  દિલના બધા ધબકાર પણ બદલાય છે,

એટલું  અસ્થિર  મળ્યું છે  માનવીને   મન    અહીં,

સ્નેહ  પણ  બદલાય  છે,  સંસાર  પણ બદલાય છે,

 

        વેણ પણ બદલાય છે, ને વાત પણ બદલાય છે,

        કે દિવસ તો શું  અહીં રાત  પણ  બદલાય   છે,

        એક સરખી કોઇની હાલત હાલત કદી રહેતી નથી,

        કાળ  જાતાં માનવીની   જાત પણ   બદલાય છે,

 

થાય છે  જો  હાર  તો તદબીર પણ  બદલાય  છે,

જો  મળેછે  જીત  તો  તકદીર  પણ બદલાય  છે,

સુખ અને  દુ:ખની રમત ખેલાય છે  એવી   અહીં,

હોઠ પરનાં સ્મિત , નયનનાં નીર પણ બદલાય છે,

 

        આ ધરા આકાશ પારવાર પણ  બદલાય છે,

        જેની ઇચ્છાથી સકળ સંસાર પણ બદલાય છે,

        જે બધું બદલે છે  પણ પોતે  બદલાતો નથી,

        માનવીની નજરે એ કિરતાર પણ બદલાય છે,

 

ફૂલ પણ બદલાય છે, ઉદ્યાન પણ બદલાય છે,

આભ પરનાં તારલાનાં સ્થાન પણ બદલાય છે,

સૌએ બદલાતું રહે છે .એ જ કુદરતનો નિયમ,

સાગરે શાંતિ અને  તોફાન પણ  બદલાય છે,

 

(શ્રી બેફામ રચિત આ નઝમની એક વિશિષ્ટતા એ છે કે, આખી નઝમામાં એકજ રદીફ’’ પણ બદલાય છે અંકિત કર્યો છે. 14 શેર 28 મિસ્રાની આ નઝમમાં  દર ચાર તૂકે કાફિયા બદલાતા રહેછે,આ નઝમ મુરબ્બાપ્રકાર ધરાવે છે.સાદગી એનું ઘરેણું છે.)

       

 

Responses

આ ધરા આકાશ પારવાર પણ બદલાય છે,
જેની ઇચ્છાથી સકળ સંસાર પણ બદલાય છે,
જે બધું બદલે છે પણ પોતે બદલાતો નથી,
માનવીની નજરે એ કિરતાર પણ બદલાય છે,
*****************************

જે કોઈથી ન ક્દી દેખાયે કે ન ક્દી સમજાય છે
તે સર્વનું સંચાલક બળ ન ક્દી બદલાય છે
ક્ષણે ક્ષણે સમયની સાથે મન બદલાતું જાય છે
કેવળ બદલાતા મન કારણ બધું બદલાય છે

good

Leave a response

Your response:

Categories