Posted by: bazmewafa | May 4, 2008

એક મહાભારતનો અંદાજ – જય ગજજજર

એક મહાભારતનો અંદાજ – જય ગજજજર, C.M. M.A.

 

 પતિ નવનીતને ઘરમાં પ્રવેશતાં જ એમનું ચિંતાગ્રસ્ત મુખ જોતાં વનિતાને આશ્ચર્ય થયું. નવનીતે સોફા પર બેસી સામેના ટેબલ પર પગલંબાવતાં કહ્યું, “વનિતા, જરા એક ગ્લાસ પાણી આપીશ?”

વનિતા ફ્રિજ માંથી ઠંડુ પાણી આપતાં બોલી, “કેમ આજ પાછી શી ચિંતા છે?”

બાપુજીને નીઓપરેશન માટે સર્જરી કરાવવી પડે એમ છે. તાકીદે દોઢ લાખ રૂપિયા મંગાવ્યા છે.”

અહીં બે છેડા માંડ મળે છે અને એટલા બધા પૈસા કયાંથી લાવશું?”

એ જ સંતાપ મારા મનમાં છે…” બે ઘૂંટડા પાણી પી ગ્લાસ બાજુમાં મૂકતાં નવનીતે કહ્યું.

વનિતા સૂનમૂન બની જવાબ શોધી રહી. એકાએક એની નજર ટેબલ પર પડેલા છાપામાં લોટરીના ડ્રોની જાહેરાત પર પડી.

એમ કરો. બાપુજીના નામે લોટરીની એકબે ટિકિટ ખરીદો. એમના નસીબમાં હશે તો કંઈક ઇનામ લાગશે અને આપણો સંતાપ ટળશે.”

ગુડ આઈડિયા…” કહી નવનીત બેઠો થયો. બાપુજીએ કેનેડા આવતી વખતે આપેલ રણછોડરાયના ફોટાને વંદન કરી બાજુના કવીક માર્ટમાં જઈબે ટિકિટ લઈ આવ્યો.

રણછોડરાય પાસે ટિકિટો મૂકી બબડયો, “આજ સુધી કદી જુગાર નથી રમ્યો. બાપુજી, તમારા ઉપચાર માટે આજ સાહસ કરવા પ્રેરાયો છું.”

એ સાથે બાપુજીની સલાહના શબ્દો યાદ આવી ગયા, “ભાઈ, નીતિથી કમાજો. પરદેશમાં કદી દારુ કે જુગારની લતમાં ફસાતા નહિ!”

આજ એ સલાહ અવગણી હતી. ચાર દિવસ બાપુજીના વિચારોમાં જ પસાર થઈ ગયા.

ચોથે દિવસે સવારે છાપામાં લોટરીનું પરિણામ જોયું. નવનીતની લોટો ૬૪૯ ટિકિટના પાંચ નંબર મળતા આવતાં ચાર હજાર ડોલરનું ઇનામ

લાગી ગયું. નવનીતે ખુશ થઈ બાપુજીનું નસીબ ફર્યાની વાત વનિતાને કરી.

વનિતા એ સાંભળી ઉશ્કેરાઈ, “હું કંજુસાઈ કરીને માંડ માંડ ઘર ચલાવું છું. લગ્ન પછી એક મંગલસૂત્ર ખરીદવાની કયારની જીદ કરું છું પણ તમે તો

બસ ગલ્લાંતલ્લાં કરી વાત ટાળો છો અને બાપુજીને દોઢ લાખ રૂપિયા મોકલવા કેવા તૈયાર થઈ ગયા! ઓપરેશન એકાદ વર્ષ પછી થશે તો બાપુજી કંઈ મરી નથી જવાના…”

પણ આ ટિકિટ બાપુજીના નામે લીધી હતી એ કેમ ભૂલી જાય છે?” નવનીતે હકીકત સમજાવતાં કહ્યું.

પણ નસીબ તો આપણું ખૂલ્યું છે. બાપુજી તો દેશમાં પડયા છે. એમનું નસીબ અહીં કયાંથી ખૂલે? એમના ઉપચારની વાત ભૂલી એક પત્ર લખી

દેજો કે હમણાં સગવડ થાય એમ નથી. આજ સાંજે ઓફિસથી આવતાં એ ચાર હજાર ડોલર લેતા આવી મને આપજો. મને યોગ્ય લાગશે તે કરીશ.” વનિતાએ હૂકમ છોડયો.

સારું. પણ એક વાત ના ભૂલતી એ તારા પણ બાપુજી છે. અહીં આવવા ટિકિટના પૈસા નહોતા ત્યારે એમના પ્રોવિડન્ટ ફંડમાંથી લોન લઈને આપણને આપેલા એ કેમ ભૂલી જાય છે?”

એ તો આપણે કેનેડા આવીએ તો કયારેક એમને પણ કેનેડા આવવા મળશે એ આશાએ હરખઘેલા બની મૂડીનું રોકાણ કરવા પ્રેરાયા હતા.આપણા પર કંઈ પ્રેમ નહોતો ઊભરાઈ ગયો.”

વનિતાનો સ્વભાવ એ જાણતો હતો. જયારે જયારે બાપુજી પૈસા મંગાવતા ત્યારે ઘરમાં એ મોટું મહાભારત સર્જતી. એટલે એની સાથે જીભાજોડીકરવાનો કોઈ અર્થ નહોતો.ચૂપચાપ ઓફિસે જવા નીકળી પડયો. સાંજે પાછા આવી કોટ કાઢી સોફા પર બેસતાં બોલ્યો, “વનિતા, આજ તારું મન રાખવા લોટરીના પૈસા ઘેર

લેતો આવ્યો છું. જે કરવું હોય તે કરજે. પણ ખોટો કકળાટ ના કરતી.”

તમે છેવટે મારું મન રાખ્યું ખરું. કયાં છે પૈસા?”

જરા મારો પેલો કોટ લાવ તો.” અને સલાહ આપી, “હં જો બધા વાપરી ન નાખતી. થોડા બેંકમાં મૂકી આવજે. કોઈ આપત્તિ ટાણે કામમાં આવશે.”

વનિતા હરખઘેલી બની નવનીતનો કોટ લઈ આવી એને આપ્યો. ખિસામાંથી પૈસા કાઢવા ખિસામાં હાથ નાખી એકદમ ઉશ્કેરાઈ એ ઊભો થઈ ગયો. “ઓત્તારીની, વનિતા આ શુ? લાગે છે કે તારા નસીબમાં મંગલસૂત્ર નથી લખાયું. આપણા નસીબમાં એ પૈસા જ નહોતા. બસમાં આવતાં કોઈ ખિસાકાતરુ તફડંચી કરી ગયો લાગે છે. જો આ ખિસાની દશા!”

વનિતા આ સાંભળતાં જ આશ્ચર્ય પામી પતિ સામે ઘૂરકી બોલી, “તમારું નસીબ જ ફૂટેલું છે, પછી દોષ કોને દેવો?”

નવનીતને એ એક જ વાકય સાંભળી ટાઢક વળી. સારું થયું કે મહાભારત સર્જાવાનો અણસાર આવી જતાં કોફી બ્રેકમાં એ લોટરીના પૈસાનું બાપુજીને મનીઓર્ડર કરી દીધું હતુ.મહાભારત ન સર્જાયાનો છૂપો આનંદ એના મુખ પર છવાઈ ગયો.

 

Jay Gajjar, P.O. Box 2096, square one Po.,Mississauga, Ontario.Canada L5B 3C6

Tel.(905) 568_8025 Fax(905)712-1130 Email:gajjar@mail.com

 


Responses

  1. Fine story,Appealing too.


Leave a response

Your response:

Categories