Posted by: bazmewafa | 05/02/2008

માઇલ_સ્ટોન_મસ્ત’હબીબ’સારોદી

માઇલ_સ્ટોન_મસ્તહબીબસારોદી

માઈલ-સ્ટોનહ્રદયસ્પર્શી કાવ્ય છે. ભારતના વિભાજનથી સર્જાયેલી કરુણતાઓ, આવી પડેલા નિર્વાસિતો સિવાય ગુજરાતને ઝાઝી સ્પર્શી નથી ,એટલે ગુજરાતી સાહિત્યમાં એનો પડઘો નહીવત પડ્યો છે.
આમ તો આ કાવ્યનો વાચ્યાર્થ સ્પષ્ટ,અસરકારક પણ છે.પરંતુ જીવનના વિવિધ ક્ષેત્રે માઈલ_સ્ટોનો ઊભાં છે તેનું એક પ્રતિક છે,એવો વેધક વ્યંગ્યાર્થ પણ એમાથી તારવી શકાય.
સામયિક, ઐતિહાસિક માર્ગસૂચક સ્તંભો પોતે સનાતન માર્ગ નું સુચન કરેછે એવા ભ્રમમાં પોતે રહી બીજાને પણ ભ્રમ માં રાખેછે,પણ એ લાંબુ ચાલતું નથી ,નવા માઈલ_સ્ટોન આવે છે અને કારવાઁ એણે સૂચવેલી દિશામાં કૂચ કરેછે.
મંઝિલ ફરી ગઈ ,તું નિરર્થક બની ગયો
પ્રજાની સ્મ્રુતિના મ્યુઝિયમમાં આવા કેટકેટલા માઈલ્_સ્ટોનો પડ્યા હશે.

એમાં યુગ_પુરૂષો પ્રત્યે પ્રજાની ક્રુતઘ્નતા નથી ,પ્રુથવીના પરીઘમાં સીધા એક માર્ગ આગળ વધતાઁ પ્રુથવીનો છેડો આવે એટલે દિશા બદલીને પ્રજા કૂચ ચાલુ રાખે છે.ઈકબાલે લખ્યુઁજ છે :સિતારોઁ કે આગે જહાઁ ઔર ભી હૈ ! .

_રતિલાલાઅનિલ

નઝમ

જાણે કે સ્વેત વસ્ત્રોમાં કોઈ હસીન છે.
અથવા પ્રતીક્ષા કરતો કોઈ ભાગ્યહીન છે.
રક્ષક,પહેરગીર, ફરિશ્તો કે જીન છે.
અથવા કોઈ તપસ્વી તપસ્યામાં લીન છે.

            ખાંભી છે કોઇની કે સમાધિ કે છે મઝાર?
                પથ્થર સીમાનો છે કે મહોબ્બતની યાદગાર?

ઊભો છે વ્રુક્ષ_છાંવમાં વર્ષોથી એમ તું_
કોઇના આગમનનો કરે કોઇ ઇંતેજાર
!
સંકેત દેવા ઊભોછે પણ એવી શાનથી!

મંઝિલ મળ્યાનો જાણેછે સંતોષ ને ખુમાર!

              તારા લલાટ પર હજી અંકિત શહૂર છે,
              પાંત્રીસ માઇલ અંહીથી લાહોર દૂર છે!

સૂચન ખરું છે તારું પણ તુજને ખબર નથી,
અહિયાંના ઇંન્કિલાબ પર તારી નજર નથી.

વાતાવરણની જાણે થઇ તુજ પર અસર નથી,
પહેલાં હતો તે રંગ ,આ નકશા ઊપર નથી.

         સાચેજ જે શહેરથી તારો સબંધ છે,
           રાહીના માટે દ્વાર થયાં એનાં બઁધ છે.

સૂચન પ્રમાણે તારા એ અંતર રહ્યુઁ નથી,
અંતર વધી ગયું છે ઘણું એનો ખેદ છે.

છેટુઁયે એટલુઁ કે કળે કલ્પના નહીઁ,
યુગ યુગનો જાણે રાહ છે,તે પણ અભેદ છે.

            તું કેછે,દૂર એટલું લાહોર હતું જરૂર ,
                પણ આજ કહી શકાતું નથી ,કેટ્લું છે દૂર.

સેવાના ભેખધારી! કરું છું કબુલ કે,
સેવાજ માત્ર તારી છે આદત; કરે છે તું.

વર્ષોથી નિજના ધ્યેયના પાલનમાં રત રહી_
નિર્વ્યાજ લીન થઇને ઈબાદત કરેછે તું

                 પણ આજ તારી એથી જરૂરત રહી નથી,
                   આ શહેરને તે શહેરથી નિસ્બત રહી નથી..

હે ધ્યાન મગ્ન! જો કે શી પલટી ગઈ હવા,
સાથી નિકટનો ,દૂરનો પંથક બની ગયો
;
મતભેદ રાહીઓમાં પડયો લક્ષ્ય પર જતાં
,
મંઝિલ ફરી ગઈ તું નિરર્થક બની ગયો!

                   જોઇને તુજને આવે છે મુજ મનમાં એ વિચાર;
                     રસ્તો ભૂલી ગયો છે ખુદ રસ્તો બતાવનાર !

બદલાયાં અંતે કાફલાના રુખ અને પ્રયાણ;
દર્શક-નજરનો ખુદ નજર અન્દાજ થઇ ગયો
;
આવે દયા ન કેમ તારી આ દશા ઉપર
?
રેહબરહતો તે રાહીનો મોહતાજ થઇ ગયો..

                પ્રેરી રહ્યો છે પ્રશ્ન એ અંતર _ શિલા ! મને,
                 મ્યુઝિયમમાં જઈને કેમ મૂકી આવું ના તને?

  માન્યું,કોઈ વિજેતાની સમશીર તું નથી,
કો. રાયનો મુગટ કે જવાહીર તું નથી
,
મોઘું રતન કે રાષ્ટ્રની જાગીર તું નથી
,
કો, કર્મ_ધર્મ વીરની તસ્વીર તું નથી

              પણ એટલી ખબર છે,અમારો તું પ્યાર છે !
            ભૂતકાળની અમારા તું એક યાદગાર છે !

મ્યુઝિયમ માં ચાલ,ત્યાં રહી કહેજે તું સર્વને,
વેરી અમારા ,અંતે શુભેચ્છક બની ગયા

દુશ્મન હતા જે હિન્દની આન બાનના_
ભારતના ભાગલાના તે સર્જક બની ગયા!

               ભારતના ભગલાના જે સર્જક બની ગયા_
         એ રાષ્ટ્રદ્રોહીઓનું સ્મારક પ્રતીક છું!

_મસ્તહબીબસારોદી
 
 

 

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers