Posted by: bazmewafa | 04/30/2008

જલનનું ગગન_વફા

જલનનું ગગન

 

 સન 2007નાં વર્ષ માટે ગુજરાત રાજય સરકાર તરફથી જનાબ હઝરતવલી ગુજરાતી(રહ.) ના નામે જાહેર થયેલો એવૉર્ડ, ખુમારી,તેજી અને ખુદ્દારીથી  ભરેલી ગઝલોના સર્જક,  જનાબ જલાલુદ્દીન સઆદુદ્દીન અલવી ઉર્ફે જલન માતરી સાહેબને ગઝલક્ષેત્રે તેમણે અર્પેલાં પ્રદાન ને અનુલક્ષીને એમને ફાળે ગયો છે, તે બદલ  જનાબ જલન માતરી સાહેબ ને સલામ, અને હાર્દિક અભિનંદન.બઝમે વફા એની નોંધ લેતા આનંદ ની લાગણી અનુભવે છે.

જનાબ જલન માતરી સાહેબને એમનાં સર્જનનાં આયનાથી એમનો પરિચય મેળવીએં. જોકે એમનું જિવન કવન પરિચયની મોહતાજીની સરહદ વર્ષો થયાં વટાવી ચુકયું છે. 

મારી પ્રિય ગઝલ_જલન માતરી

મને મારી ગઝલો ખૂબજ ગમે છે.એમાં કૈ ખૂબ સારી એ પ્રશ્ન અહીં અસ્થાને છે.એકને ઉતારી પાડીને અન્યને નવાજું એ મારા માટે શક્ય નથી.

   આ સાથે મોકલેલી ગઝલ શા માટે મને ગમે છે,એનું કારણ નહીં આપું.પરંતુ ઘાયલનાં શબ્દોમાં કહું તો :

કાજળ ભર્યા નયનનાં કામણ મને ગમે છે.

કારણ નહીં આપું કારણ મને ગમે છે.

મારી અનેક ગઝલો ગઝલ રસિકોમાં ખૂબ આદર પામી છે.ખૂબ દાદ મેળવી છે, કે દાદ મેળવીને મસ્ત થઇ ગયો છું.

        શ્રોતાએ જેને  ખૂબ દાદ આપી ,ગાયકોએ જેને ખૂબ ગાઇને દાદ મેળવી છે ,એ ગઝલ કે જેને તાજેતરમાં નેશનલ બૂક ટ્ર્સ્ટ ઇંડિયાદિલ્હી દ્વારા અન્ય ભાષામાઅં અનુવાદ કરાઇ છે.

  

પૈગંબરની   સહી    નથી_જલન માતરી

 મઝહબની    એટલે   તો    ઈમારત    બળી  નથી,
શયતાન         સ્વભાવે    કોઈ     આદમી નથી.

 

તક્દીર   ખુદ     ખુદાએ    લખી    પણ ગમી નથી,
સારું    થયું     કે    કોઈ   મનુજે     લખી    નથી.

 

ત્યાં    સ્વગૅ ના   મળે   તો    મુસીબતનો   પોટલો

મરવાની    એટલે    મેં    ઉતાવળ    કરી    નથી.

 

કેવા    શુકનમાં   પવૅતે     આપી    હશે    વિદાય,
નિજ   ઘરથી   નિકળી   નદી    પાછી  વળી  નથી.

 

શ્ર્ધ્ધાનો    હો    વિષય  તો    પુરાવાની  શી  જરૂર?

કુરાનમાં    તો ક્યાંય     પૈગંબરની   સહી    નથી.

 

ડુબાડી    દઈ     શકું     છું  ગળાબૂડ     સ્મિત  ને,
મારી   કને   તો    અશ્રુઓની    કંઈ     કમી  નથી.

 

મ્રુત્યુની     ઠેસ     વાગશે  તો     શું થશે  ” જલન”,
જીવનની   ઠેસની    તો  હજુ    કળ     વળી  નથી.

 

જનાબ વલી ગુજરાતીનાં પરિચય લેખ માટે નીચેના URL પર જવા વિનંતી છે.

 

http://bazmewafa.wordpress.com/2007/06/03/waligujarati_wafa/

 


Responses

  1. Dear Jalan Matari Saheb,

    I had the good fortunate of meeting you at a dinner party in one party farm house in Ahmedabad many years ago. I cherish the evening I spent with you and other poet friends in Ahmedabad. My congratulations and best wishes to you on this well-deserved honor. I have admired your gazals and heard some from Purushottambhai Upadhyay. I am very happy with the honor given to you by this award.

    Dinesh O. Shah, Professor
    University of Florida, Gainesville, FL, USA

  2. Cogres. for Vali Awards.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers