Posted by: bazmewafa | April 28, 2008

ભડકે બળે*મોહમ્મદઅલી વફા

 

ભડકે બળે*મોહમ્મદઅલી વફા

નઝમ

 પ્રેમની આખી ડગર ભડકે બળે
રંગની ભીની  સહર ભડકે બળે

તુ કહે તું બાગબાં છે કોમનો,
પણ અહીં તારુંજ ઘર ભડકે બળે.

             તું બળે તારું શહર ભડકે બળે.
             જોઇલે તારું નગર ભડકે બળે.

તું ખુમારી ખોટી માં ફરતો રહ્યો,
ઘાસને તુ કસ્તુરી ગણતો રહ્યો,

રકતનાં પ્યાસા બનેલા હોઠ તુજ
માનવીને જાનવર ગણતો રહ્યો

              જિંદગીની સહુ સફર ભડકે બળે.
                જોઇલે તારું નગર ભડકે બળે.

આખમાં શરમો હયા કયાં છે રહી?
કાળજે તારે વફા કયાં છે રહી?

તુ રહ્યો છે પણ કહે માનવતા કયાં
તુજ મતબમાં કો દવા કયાં છે રહી?

               કેટલી માસુમ નજર ભડકે બળે.
              જોઇલે તારું નગર ભડકે બળે.

ને ફરી તારો પિચાશ યે જાગશે
ખૂનના દરિયા ફરી રેલાવશે.

મતને ખાતર મૌત આવી નાચશે
એકતાના ચિંથરાં ઊડાવશે.

                ઘરતો શું પાકી કબર ભડકે બળે.
             જોઇલે તારું નગર ભડકે બળે.

 

 

 

Responses

good

Leave a response

Your response:

Categories