Posted by: bazmewafa | April 27, 2008

પ્રથમ મુક્તિ જંગ_ અંજુમ વાલોડી

પ્રથમ મુક્તિ જંગ_ અંજુમ વાલોડી

 

 

નઝમ(મુસબ્બઅ)

 

એ શોષિત ને પિડિત જનોનો સહારો,

દુ:ખો ,યાતનાઓ.વ્યથાઓનો આરો,

ગુલામોને કુદરતનો મોઘમ ઈશારો,

તિમિરમય જીવન-પથને અજવાળનારો,

બન્યો મારા જીવનનો જે ધ્રુવ તારો,

હતો એ પ્રથમ મુક્તિ જંગ મારો,

         સિતમગર તુ જેને બગાવત કહે છે,

 

હરેક ચોક,ચૌટે ગલીએ, બજારે,

ઝઝૂમ્યો રહીને હું તલવાર ધારે.

કદમ તોય ડગ્યાં તોય માર લગારે,

હશે યાદ તે દિન, જ્યારે તારે,

 પડ્યોતો મરણિયાની સાથે પનારો,

      હતો એ પ્રથમ મુક્તિ જંગ મારો,

      સિતમગર તુ જેને બગાવત કહે છે,

 

 

ફ્ળ્યું ના ઝંસીની રાણીનું જોહર,

ઝફરનાં વિજયનું એ છેદાયું બખ્ત્તર,

 

ભલે ફેરવી પીઠ બેઠું મુકદ્દર,

ભરી દૈ મરદાઇથી કાળ ખપ્પર,

 સિતમના કલેજાને કંપાવનારો,

        હતો એ પ્રથમ મુક્તિ જંગ મારો,

         સિતમગર તુ જેને બગાવત કહે છે,

 

થી આશ સમ્રાજ્યવાદી થવાની,

તમન્ના હતી મુક્તિ ફળ ચાખવાની,

તો સીંચી દીધી કિંમતી નિન્દગાની,

છતાં ના કરી યાચના તુજ દયાની,

હજી શાખ એની પૂરેછે મઝારો,

         હતો એ પ્રથમ મુક્તિ જંગ મારો,

         સિતમગર તુ જેને બગાવત કહે છે,

 

29_7_57

 

(સને 1857ના મુક્તિસંગ્રામની શતાબ્દી પ્રસંગે)

(અજંપોત્સવ:8 8)

 

 

 

Responses

not only good but very -very aggressive and feelingness NAZAM. congratulation to Anjum Valodi

Leave a response

Your response:

Categories