Posted by: bazmewafa | 04/27/2008

જન્મદિને બુકે__રતિલાલ અનિલ

 

જન્મદિને બુકે__રતિલાલ અનિલ

 

બુકે=પૂષ્પ ગૂચ્છ

નઝમ

 

થોકે થોકે સ્મરણો જાગ્યા,

થર પર થર,આખાં ઊથલાવ્યા,

સામાને, ખુદને પડકાર્યા,

હાર્યાં,જીત્યાં,જીત્યાં હાર્યા

       સિમતો સાથે આંસુ લાવ્યાં,

       જિલેટીનનું બખ્તર પહેરી ફૂલો આવ્યાં !

 

શરમાયો,ખૂબજ શરમાયો,

જરઠ જીભે શો ફાગણ ગાયો!

ગાંડા કાઢ્યાં,હરખ્યો દાયો,

કિરણ કિરણ પર શ્યામલ છાયો.

કેવા કેવા પડઘા લાવ્યા,

જિલેટીનનું બખ્તર પહેરી ફૂલો આવ્યાં !

 

છૂટે ન એવી લાંઠ પડી છે,

એંસી એંસી ગાંઠ પડી છે,

ઊર્મિઓ બહુ લડી,રડી છે,

ક્ષણો શું,જાને દીવાસળી છે!

        ઊમટી ઊમટી વાદળ આવ્યાં !

        જિલેટીનનું બખ્તર પહેરી ફૂલો આવ્યાં !

 

એકલતાના લાંબા દિવસ,

હરિ ! હરિનો ઓહ જીવનર

કાળે પથરે સોનાનો કસ!

રસ જ નહિ ત્યાં કેવો અપરસ!

         ડમગતા પગ અંગદ લાગ્યા,

        જિલેટીનનું બખ્તર પહેરી ફૂલો આવ્યાં !

 

બખ્તર કેવું અપારદર્શક!

પૂષ્પો તો જાણે કે આશક!

ભેટ બનીને ઓરાં આવે!

સુગંધ રાખે નિજની પાસ!

ઝરણાં ખુદ લાવરસ લાવ્યાં,

જિલેટીનનું બખ્તર પહેરી ફૂલો આવ્યાં !

     (અલવિદા_86)


Leave a response

Your response:

Categories