અન્ધારાના અંત સુધી_માર્ટીના ન્યુબેરી
હું ખુલી બારી માંથી નિહાળી રહી છુઁ કે, વ્રુક્ષો ભૂરા આકાશથી બચવા પ્રયત્ન કરી રહ્યાં છે.
તેમની શર્મીન્દગી એ છે કે એ એનાથી છૂટી શકતાં નથી.
એવ્રુક્ષો ત્યાં સુધી અન્ધાળામાં રહેશે જ્યાં સુધી બ્ધી જ વસ્તુઓ વિશ્રાંતિ માં આળોટશે.
ત્યાં સુધી એમણે એક બીજાને ઈશારાઓ કરતું રહેવાનું.
જેવી રીતે કાવતરાખોરો અલગ ફોન બૂથમાથી કરતા રહેછે.
મારો મિત્ર રાત્રિ કાળે અશ્રુ સારે છે.એ આ રીતે હરાયેલી ક્રાંતિ,અને ખોવયેલા ખેડુતો,અને ગુમ થયેલા કુટુંબોના ગમથી હળવાશ મેળવેછે.
મારા મિત્રે ઈન્સાનિયત સાથે હમદર્દી જાહેર કરીછે,જે સરકારના વર્તમાન અને ભૂતને પીડીત કરેછે.ઘણી બધી મુર્ખાઈઓ વિશે સાંભળીને એને ઊલ્ટી થઈ જાયછે.
એનો ગુસ્સો સંમોહનકારી છે,પણ એ રડવા માટે રાત્રિની રાહ જૂએછે.એને આશ્ચર્ય થાયછે કે ,કોને આ જેલમાથી બહાર કાઢી,મ્રુત અવસ્થા સુધી પીટવામા આવેછે.અને કેટલા નકામાઓ એક સોયના માથા ઉપર ન્રુત્ય કરેછે.
“અને એ જાણેછે કે રણમાં જે વસ્તુ પણ બાંધવામા આવે તે ઘણી જલ્દી રેતમા પરિવર્તીત થઈ જાય છે,”
અને આ એના રૂદનનુ બીજું કારણ છે
જે લોકો કરૂણાભર્યા શબ્દોને તરછોડીછે તે તેનુ અહો ભાગ્યહો.અને તેનું અહોભગ્ય હો જે વિદ્વતાને ગઁભીરતાથી લેતા નથી
(અને તેઓ પણ પોતાના અશ્રુઓને અન્ધારુ થવા સુધી રોકી રાખે છે.)
સીઆઈએ માટે અશ્રુ વહાવો,
કેદીઓ માટે અશ્રુ વહાવો,
દીઈએ અને ગુપ્ત અને જાહેર પોલીસ માટે અશ્રુ વહાવો,
ટોળીના સરદારો અને એમના બાળકો માટે અશ્રુ વહાવો,
કોરિયા માટે,વિયેતનામ,ઈરાક,પેલેસ્ટાઈન અને ચીલી માટે અશ્રુ વહાવો.
કાસ્ટ્રો વ્રુધ થઈ રહ્યો છે એના માટે અશ્રુ વહાવો,
કારણકે ખરીદારોએ શીખવાવાળાની જગયા લઈ લીધી છે.
કારણકે આખરી ઘુઁટ અને સુરાલયો આખરે બઁધ થઈ રહ્યાઁ છે.
(અંગ્રેજી પરથી અનુ._વફા)
માર્ટીના ન્યુબેરી: 63 વર્ષની માર્ટીના ન્યુબેરી અમેરિકાના,કેલીફોર્નિયા રાજ્યના હૉલીવૂડમાં પોતાના પતિ અને અત્યંત પ્રિય બિલાડી સાથે રહે છે.લેખન,વાંચનનાં શોખ સાથે ,શિક્ષણ ક્ષેત્રે પણ કામ કર્યું છે.
ચાર નવલથાઓ અને ઘણાં કાવ્ય ગ્રંથો આપ્યા છે.
ઘણા મીડિયા પ્રોજેકટમા લખવાથી લઈને દિગદર્શન,ફોટોગ્રાફી વિ.ની ફરજ બજાવી છે.
ચાર વર્ષની ઉમરથી વાંચનની પ્રક્રિયામાં ડૂબેલી માર્ટીનાએ લખવાનું પણ ઘણી નાની ઉમરે શરૂં કરી દીધું હતું.એની અભિવ્યક્તિમાં સ્વતંત્રતાઅને અન્યાય સામે ઝઝુમવાની તિવ્રતા અને બંડખોરી દ્રશ્યમાન છે. માનવતાવાદી દ્રષ્ટિકોણની પૂરસ્કર્તા છે.
અમેરિકાની સાહિત્ય આકાદમીઓ અને સાહિત્યિક ,વિવેચક વર્તૂળમાં એનાં સાહિત્ય સર્જનો, હમેંશા ચર્ચાનો વિષય હોય છે.
માર્ટીનાં ને 1998માં .મેગેઝીન્સ ચોઈસ ,એડીટર્સ ચોઈસ પોએટ્રી ચેપબૂક એવોર્ડ’ AN APPARENT, APPROACHABLE LIGHT. કાવ્ય સંગ્રહ માટે ઇનાયત થયો હતો.
માર્ટીના પોતાના વકતવ્યમાં સીધી સાદી ભાષામાં આગ ઝરતી સચ્ચાઈઓ વર્ણવી દે છે.
