Posted by: bazmewafa | April 25, 2008

અમારા સંહારના સમયે_ મેહમુદ દર્વીશ

અમારા સંહારના સમયે_ મેહમુદ દર્વીશ(પેલેસ્તાઇની અરબી કવિ)

 

કોઇ પણ યુગ મારા માટે પુરતો નથી,

મારા અંતને મારા આરંભકાળ પ્રતિ ખેંચવા માટે

ચકરાતાં વાદળોને એક સ્ત્રી વદીમારા વહાલ સોયાને લપેટીલે

મારા વસ્ત્રો એનાં રકતથી  તબોળ થઇ ગયાં છે

જો તું વર્ષા નહી બની શકે તો,હે પ્રિયે

વૃક્ષો નું રૂપ ધારણ કર

ફળદ્રુપતાથી સંતૃપ્ત,વૃક્ષો બની જા

જો તું વૃક્ષો નહીં બની શકે તો ,હે  મારા વ્હાલ

પાષાણ બની જા

ભીનાશથી સંતૃપ્ત,પથ્થર બની જા

હે મારા વ્હાલ તુ પથ્થર પણ ન બની શકે તો

ચન્દ્ર બની જા

પ્રિય જનનાં સ્વપ્નમાં,ચન્દ્ર બનીજા

પોતાના બાળકને આ રીતે એક સ્ત્રી વદી

એના જનાજામાં

 

ઘેરાવાની પરિસ્થિતિમાં એક અવકાશ બનીજા

જે એની શાશ્વતાને  નક્કર કરી દે છે

જકડાવાની પરિસ્થિતિમાં અવકાશ સમયમાં પરિવર્તન પામે છે

એ એની ગઇ કાલ અને આવતી કાલ માટે ઘણું મોડું છે

(ઘેરાવાની પરિસ્થિતિમાં)

જ્યારે હું મારી તલાશ કરતો હોઉં,અને બીજાને શોધી કાઢુ,

અને જયારે હું એમની તલાશ કરતો હોઉં

હું ફકત મારી વિયુકત જાત ને મળું છે

હું કોઇ વ્યક્તિ છું? કે ભીડ?

(મુરલ મેહમુદ દર્વીશનો કાવ્ય સંગ્રહ)

  

_મેહમુદ દર્વીશ(ફલસ્તીની અરબી કવિ. અંગ્રેજી પરથી અનુ._વફા)

Tags: ,

Leave a response

Your response:

Categories