Posted by: bazmewafa | April 22, 2008

મીણનાં નગર_મનોજ ખંડેરિયા

મીણનાં નગર_મનોજ ખંડેરિયા

 

 

મીણનાં નગરને

આપણે ઓગળતા નહીં રોકી શકીએ

જંગલને દૂર દૂર મૂકી આવેલી

અવજની ભીંતોમાં વૃક્ષોનાં મૂળ ફરી ફૂટયાં છે

ત્યારે સમજાય છે કે

આકાશનાં ખાલીપણામાં

લીમડાની મહેકતી ડાળી ઝૂલે

એવી આપણી અપેક્ષા વ્યર્થ છે.

પાણીપોચા પથ્થરોને

સિમેન્ટનાં પ્લાસ્ટર કરવાથી

સમયની વિડંબના થઇ શકે

પરંતુ એથી ઊધઈનો પ્રશ્ન નથી ઉકલી જવાનો.

સપનાનાં કાટમાળમાંથી

અકિંતું કોઇ અમૂલ્ય મોતી

હાથ લાગી જવાની આશાએ

યુગો સુધી ફંફોસ્યા કરવાની

ક્રિયા છોડી દઇને

એટલું સમજી લેવું જરૂરી છે કે

સાતમાં પાટાળમાં

ભંડારી દીધેલા જૂગજૂગના તિખારા પર વળેલી રાખ

શેષનાગના ફૂફાડાથી ક્યારની ઉડી ગઇ છે

એટલેજ કહું છું

મીણનાં નગરને

આપણે ઓગળતા હવે નહીં રોકી શકીએ…

 

 

Tags:

Leave a response

Your response:

Categories