Posted by: bazmewafa | April 18, 2008

વસ્ત્ર સરી જશે એકેક __રાવજી પટેલ

વસ્ત્ર સરી જશે એકેક __રાવજી પટેલ

 

 

 

વસ્ત્ર સરી જશે એકેક

ત્વચા પણ સરી જશે

કયારેય તો કોઇ અડશે નહીં

લોહીના પાન બની જશે કો;ક નદી તીરે

કે જાણું નહીં(?)

જાણું નહીં એવું થશે _કદાચ

ક્યારેકતો તો જન્મક્ષણો ઉલ્લંઘી

ટેકરી ચાદર જેમ ખેંચી લાંબા થશું

કે

જલની સપાટી આઘી કરી જરી જરી

કમલ બ્હાર જુએ કૈં એવું કરી લૈશ

રસ્તે,તીરે જતી કો

કિશોરીનાં ગાલ ચૂંટી લિયે આંખ

એ આ ક્ષણ..!

પોલાદના વૃક્ષમાં લગીર કંપન થાય નથાય

ને

મશ્કરી સમયની થઈ જાય મુજથી જરી

(અંગત પૃ_ 99 )

 

Tags:

Leave a response

Your response:

Categories